બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat assembly budget session gujarat govt. unemployment youth figer

વિકાસ? / બેરોજગાર ગુજરાત: વિધાનસભામાં ખુદ ગુજરાત સરકારે આપ્યા આંકડા

Gayatri

Last Updated: 12:53 PM, 28 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યુ છે ત્યારે બેરોજગારી અંગે ગુજરાત સરકારે ખુદ આંકડાઓ આપ્યા હતા જે ખરેખર શરમજનક હતા. ગુજરાતી યુવાનોને રોજગારીની તાતી જરૂરિયાત છે. પણ ગુજરાત સરકાર અવનવા ઉત્સવો અને ઉજવણીઓમાં કરોડો રોકવામાંથી નવરી પડે તો રોજગારી અંગે કંઈ કરેને એવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ.

  • 2 વર્ષમાં માત્ર 2230ને મળી નોકરી
  • રાજ્યમાં 4.58 લાખ બેરોજગારો 
  • 4,33,663 શિક્ષિત બેરોજગારો નોંધાયા
  • 23,433 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા

ગુજરાતમાં લાખો યુવાનોને રોજગારી આપવાના સરકારના દાવા સામે સવાલો ઉઠી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 2230 લોકોને સરકારી નોકરી મળી છે. 4.58 લાખ બેરોજગારો પૈકી 2230 લોકોને જ નોકરી મળી છે.

છેલ્લા 2 વર્ષમાં 4 લાખ 33 હજાર 663 શિક્ષિત બેરોજગારો

છેલ્લા 2 વર્ષમાં 4 લાખ 33 હજાર 663 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે અર્ધ શિક્ષિત બેરોજગારોની સંખ્યા 23 હજાર 433 નોંધાઈ છે. જેમાંથી સરકાર માત્ર 2230 યુવાનોને જ સરકારી નોકરી આપી શકી છે.

ખાનગી નોકરી મેળવનારા 7 લાખ 32 હજાર 139 યુવાનો નોંધાયો

જ્યારે સરકારી ચોપડે ખાનગી નોકરી મેળવનારા 7 લાખ 32 હજાર 139 યુવાનો નોંધાયો છે. છેલ્લાં 2 વર્ષમાં રોજગારીની સ્થિતિ અંગે ગૃહમાં સવાલ પુછાયો હતો.

રાજ્યમાં પશુ ચિકિત્સક વર્ગ-2ની 50 ટકા જગ્યા ખાલી

ગાંધીનગરમાં રાજ્યમાં પશુ ચિકિત્સક વર્ગ-2ની 50 ટકા જગ્યા ખાલી છે. જેમાં કુલ 580 જગ્યામાંથી 280 જગ્યા ખાલી છે. પશુધન નિરીક્ષક વર્ગ-3ની 60 ટકા જગ્યાઓ ખાલી છે.

ક્યાં કેટલી જગ્યા ખાલી?

કુલ એક હજાર 314 જગ્યાઓમાંથી 779 જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ  પશુધન ધરાવતા કચ્છમાં જ પશુ ચિકિત્સકની સૌથી વધુ ઘટ છે. કચ્છમાં પશુ ચિકિત્સકની 25 જગ્યાઓ ખાલી છે. ભરૂચ જીલ્લામાં પશુ ધન નિરીક્ષકની સૌથી વધુ 78 જગ્યાઓ ખાલી છે. આ માહિતી વિધાનસભામાં આપવામાં આવી હતી

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly Gujarat Govt. UnEmployment budget session ગુજરાત વિધાનસભા ગુજરાત સરકાર બજેટસત્ર બેરોજગારી Budget session
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ