ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક, CM પણ હાજર, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત / અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક, CM પણ હાજર, આ મુદ્દે થઈ ચર્ચા

Published By: Nidhi Panchal

Last Updated: 05:18 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપમાં આગામી રાજકીય વ્યૂહરચનાને લઈને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠક પર સૌની નજર મંડાઈ છે.

ADVERTISEMENT

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેમની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના અનેક ટોચના ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા અને આગામી રાજકીય તેમજ સંગઠનાત્મક કાર્યક્રમોને લઈને ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ami

અગ્રણીઓ પણ બેઠકમાં જોડાયા

આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી રત્નાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્ર ચૌહાણ સહિતના અગ્રણીઓ પણ બેઠકમાં જોડાયા હતા. ભાજપના પીઢ નેતા સુરેન્દ્ર પટેલની હાજરીએ પણ બેઠકને વધુ મહત્વપૂર્ણ બનાવી હતી.

12 વર્ષની ઉજવણી માટે વિશાળ કાર્યક્રમોની રૂપરેખા

માહિતી અનુસાર, બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણી માટે વિશાળ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી શકે છે. ભાજપ રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આ ઉજવણીને ભવ્ય બનાવવાની તૈયારીમાં છે. લોકસભા અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મળેલી જીત બાદ હવે ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વ્યૂહરચના ઘડાઈ રહી હોવાનું માનવામાં આવે છે.

Amit-Shah-Gujarat-Visit

બેઠકોને લઈને પણ આ બેઠકમાં ચર્ચા

રાજ્યસભાની ખાલી પડનાર ચાર બેઠકોને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ઉમેદવારોના નામ અને રાજકીય સમીકરણોને લઈને ભાજપ હાઈકમાન્ડ ગંભીર વિચારણા કરી રહ્યું છે. ગુજરાતમાં ભાજપનું મજબૂત પ્રભુત્વ જાળવવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હવે સંગઠનના હોદેદારો સાથે આગામી કાર્યક્રમો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ હવે સંગઠનના હોદેદારો સાથે આગામી કાર્યક્રમો અને રાજકીય દિશા અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. અમિત શાહની હાજરીમાં યોજાતી બેઠકને કારણે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કમલમ ખાતે સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો : ભાવનગરમાં મેયર પદ ન મળતા કોર્પોરેટર વર્ષાબા પરમારનો હાઈવોલ્ટેજ ડ્રામા, પત્રકારોને આપી ધમકી

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ગુજરાત ભાજપ માટે આ બેઠક ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. આગામી ચૂંટણી, રાજ્યસભાની બેઠકો, સંગઠનના ફેરફારો અને પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષની ઉજવણી જેવા મુદ્દાઓ પર લેવાયેલા નિર્ણયો ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટી અસર કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat Kamalam Meeting Amit Shah

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ