બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી, હજી ઠંડી વધશે
Last Updated: 09:06 AM, 29 December 2025
Gujarat Cold Forecast : ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ઠંડીનો પારો ઝડપથી નીચે ઉતર્યો છે. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ADVERTISEMENT
ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદમાં 14.8 અને વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દાહોદમાં 11.1 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 12.8 ડિગ્રી તથા ડાંગમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો અહેસાસ વધી ગયો છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તરપૂર્વ દિશાથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા છે. સવાર અને રાતના સમયે ઠંડી વધુ અનુભવાશે.
અંબાલાલ પટેલની આગાહી શું કહે છે?
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવન સાથે ઠંડી વધુ તીવ્ર બનશે. તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળશે. સાથે જ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ફેરફાર
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. જોકે 10 જાન્યુઆરી પછી ફરીથી પવન ફૂંકાવાની સાથે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ઉતરાયણને લઈને પણ તેમણે આગાહી કરી છે. તેમના કહેવા મુજબ ઉત્તરાયણ દરમિયાન ઠંડી સાથે પવન પણ ફૂંકાશે અને બે દિવસ સુધી પવનની અસર જોવા મળશે.
ADVERTISEMENT

આ પણ વાંચો : અરવલ્લી પર્વતમાળા મામલે મોટા સમાચાર, આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી
ADVERTISEMENT
કયા વિસ્તારોમાં કેટલી ઠંડી પડી શકે?
આગામી દિવસોમાં ગાંધીનગર, અમદાવાદ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 10 ડિગ્રીથી પણ ઓછું થવાની શક્યતા છે. કચ્છમાં પવન સાથે ઠંડી વધુ તીવ્ર બની શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને હિંમતનગર જેવા વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. અહીં લઘુતમ તાપમાન 10 થી 11 ડિગ્રી આસપાસ રહી શકે છે. નડિયાદ અને ખેડા વિસ્તારમાં તાપમાન થોડું ઊંચું રહી શકે છે, જ્યારે વલસાડ અને નવસારી જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રી રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.