બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, પોલીસ રેડમાં 80 યુવક-યુવતીઓ પકડાયા
Last Updated: 11:52 AM, 5 February 2026
Ahmedabad Sanand Police Raid: અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત રાત્રે બાતમીના આધારે સાણંદ પોલીસે ગોરસ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સના એક વિકેન્ડ હોમમાં દરોડો પાડી દારૂ અને હુક્કાની મહેફિલનો ભાંડાફોડ કર્યો હતો. આ કાર્યવાહીમાં અંદાજે 80 જેટલા યુવક અને યુવતીઓની સાણંદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ નિર્વાણા ગ્રીન્સના પ્રાઈવેટ બંગલામાં આદર્શ નામના એક વ્યક્તિની 25મી વેડિંગ એનિવર્સરી નિમિત્તે ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું હતું. પાર્ટીમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને દારૂ તથા હુક્કાની ખુલ્લેઆમ વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 11 જેટલા ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવી રહ્યો હતો.
સાણંદમાં નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં દારૂની મહેફિલ પર પોલીસ રેડ, 81 યુવક-યુવતીઓ ઝડપાયાં #ahmedabad #Sanand #LiquorParty #PoliceRaid #WeekendHome #GujaratNews #Gujarat #Reels #Shorts #VTVDigital pic.twitter.com/eqKZN6tcfz
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 5, 2026
ADVERTISEMENT
પોલીસે દરોડો પાડતા જ પાર્ટીમાં અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ ટીમે સ્થળ પરથી 10 જેટલા હુક્કા, અનેક દારૂની બોટલો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પાર્ટીમાં આવનાર યુવક-યુવતીઓ આશરે 18 જેટલી લક્ઝરી કારમાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.
દરોડા બાદ તમામ 80 લોકોની રાત્રી દરમિયાન જ મેડિકલ તપાસ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, મહિલાઓને વહેલી સવારે મેડિકલ ટેસ્ટ બાદ નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે, જ્યારે પુરુષોને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. કુલ 38 જેટલી યુવતીઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસે આ મામલે તમામ સામે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાણંદ પોલીસ દ્વારા આ હાઈપ્રોફાઈલ પાર્ટી અંગે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.
ADVERTISEMENT

અમદાવાદમાં સાણંદ પોલીસે બાતમીને આધારે રેઇડ કરીને એક નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ ગત રાત્રે ઝડપી પાડી છે. પોલીસે 80 જેટલા યુવક અને યુવતીની અટકાયત કરવામાં આવી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાતે જ કરવામાં આવ્યા છે. અને આ મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી વહેલી સવારે મહિલાઓને હાલ નોટિસ આપીને છોડી મૂકવામાં આવી છે જ્યારે પુરુષો હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે. નોંધનીય છે કે પોલીસ આ રેઇડ અંગે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.