બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુભાષબ્રિજમાં ક્ષતિ બાદ હવે સફાળું જાગ્યું AMC તંત્ર! લેવાયો મોટો નિર્ણય

અમદાવાદ / સુભાષબ્રિજમાં ક્ષતિ બાદ હવે સફાળું જાગ્યું AMC તંત્ર! લેવાયો મોટો નિર્ણય

Priykant Shrimali

Last Updated: 03:26 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad : સુભાષ બ્રિજમાં ક્ષતિ બાદ અમદાવાદ તંત્ર સતર્ક , શહેરના તમામ જૂના બ્રિજને લઈ લેવાયો સૌથી મોટો નિર્ણય, અહીં એક જ ક્લિકમાં જાણો તમામ વિગતો

Ahmedabad : મેટ્રોસિટી અમદાવાદના જૂના બ્રિજોને લઈ હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં સુભાષબ્રિજમાં ક્ષતિ સામે આવ્યા બાદ AMC સહિતનાં તમામ વિભાગો હરકતમાં આવી ગયા છે. આ તરફ હવે તંત્રએ શહેરભરના જુના બ્રિજોની સમીક્ષા કરી અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં નદી પર આવેલા જૂના બ્રિજ, રેલવે બ્રિજ તેમજ ફ્લાયઓવર બ્રિજ પર હવે હાઇટ બેરિયર લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે.

અમદાવાદમાં જૂના બ્રિજો પર હાઇટ બેરિયર લગાડવાનો મુખ્ય હેતુ ભારે વાહનોની અવરજવર નિયંત્રિત કરવાનો છે. નોંધનીય છે કે, શહેરના ઘણા જૂના બ્રિજ પર હેવી વાહનો પસાર થતા ત્યાંના લોડ સહનક્ષમતા ઉપર અસર થતી હતી, જેના કારણે બ્રિજોની હાલત પર નકારાત્મક પ્રભાવ પડતો હતો.

નોંધનીય છે કે, લાંબા સમયથી કેટલાક જૂના બ્રિજ ઉપર ક્ષમતાથી વધુ લોડ આવતાં બ્રિજની સ્ટ્રક્ચરલ સેફ્ટી જોખમમાં મુકાઈ રહી હતી. હેવી વાહનોના સતત આવાગમનથી બ્રિજના ગર્ડર, કોલમ અને ડેક પર તણાવ વધતો હતો. આ કારણે સમય કરતાં વહેલી તકે ક્ષતિ સર્જાવાની શક્યતાઓ વધી રહી હતી.

આ પણ વાંચો : CMનો સંવેદનાત્મક નિર્ણય: હવેથી VCEને કામગીરી માટે ચૂકવાશે ન્યુનતમ આટલા રૂપિયા

જોકે હવે AMC દ્વારા નક્કી કરેલા નવા નિયમ મુજબ નદી ઉપરના તમામ જૂના બ્રિજ, રેલવે ટ્રેક પાસેના બ્રિજ અને શહેરના મુખ્ય ફ્લાયઓવરો પર સુધારેલ હાઇટ બેરિયર લાગશે. આમ કરવાથી નિશ્ચિત ઊંચાઈથી વધુના વાહનો આપમેળે પ્રવેશી ન શકે. આ નિર્ણય બાદ ભારે વાહનો માટે વિકલ્પ રૂટ નક્કી કરવામાં આવશે અને ટ્રાફિક વિભાગ સાથે સમન્વય કરી નવા માર્ગ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Height Barrier Subhash Bridge
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ