બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / શેરબજારના નામે કરોડોની છેતરપિંડી મામલે મહેસાણામાં EDની મોટી કાર્યવાહી, જાણો શું મળ્યું ?
Last Updated: 09:58 PM, 1 January 2026
ED Action Mehsana : રાજ્યમાં ફરી એકવાર EDની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા મહેસાણામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ શેરબજારમાં વધુ નફાની લાલચ આપીને સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કડક કાર્યવાહી કરી છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા કરાયેલી આ કાર્યવાહી દરમિયાન મહેસાણા જિલ્લામાંથી કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
અત્યાર સુધીની તપાસમાં અને EDના સત્તાવાર નિવેદન અનુસાર સામે આવ્યું છે તે અનુસાર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળી મહેસાણા, વિસનગર અને વડનગરમાં અલગ–અલગ ઓફિસો શરૂ કરી હતી. આ ઓફિસોમાં કર્મચારીઓને રાખીને સામાન્ય લોકોને ફોન કરાવવામાં આવતા અને શેરબજારમાં ઊંચા વળતરની ખાતરી આપી રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ હકીકતમાં આ રકમ શેરબજારમાં ક્યાંય રોકાતી નહોતી. રોકાણકારો પાસેથી વસૂલ કરાયેલું નાણું આરોપીઓ પોતાના વ્યક્તિગત ખર્ચ અને સંપત્તિ બનાવવા માટે વાપરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ADVERTISEMENT
ED, Ahmedabad Zonal Office has recovered and seized silver bullion weighing 110 Kg valuing INR 2.4 Crore; gold bullion weighing around 1.296 Kg valuing INR 1.7 Crore, silver jewellery weighing 39.7 Kg (approx.); Indian currency equivalent to INR 38.8 Lakh; foreign currencies… pic.twitter.com/5OzO0WCZqd
— ED (@dir_ed) January 1, 2026
ED દ્વારા કરોડોની જપ્તી
ADVERTISEMENT
મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન EDએ ગુનાહિત આવક તરીકે મોટી માત્રામાં સંપત્તિ જપ્ત કરી છે.
ADVERTISEMENT
રોકડ રકમ:
ભારતીય ચલણ : ₹38.8 લાખ
ADVERTISEMENT
વિદેશી ચલણ : ₹10.6 લાખ
આ સાથે અનેક મિલકતોના મહત્વના દસ્તાવેજો પણ EDએ કબજે લીધા છે.
ADVERTISEMENT

SEBI નિયમોનું ઉલ્લંઘન
આ તરફ હિમાંશુ ભાવસાર પાસે SEBIનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સર્ટિફિકેટ હતું, પરંતુ તેનો ગેરવપરાશ કરવામાં આવ્યો હતો. આ સર્ટિફિકેટના આધારે તેણે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રા. લિ., દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રા. લિ. અને દેવકી સ્ટોક્સ પ્રા. લિ. જેવી કંપનીઓ ચલાવી હતી, જે કોઈપણ રીતે SEBIમાં રજિસ્ટર્ડ નહોતી.
આ પણ વાંચો : ફ્લાવર શોની ફરી સિદ્ધિ, 2 ગિનિસ બુકમાં રેકોર્ડ તો ત્રીજી વખત વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
ખેરાલુમાં FIR બાદ શરૂ થઈ EDની તપાસ અને થઈ મોટી કાર્યવાહી
આ મામલે મહેસાણાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ EDએ તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યોમાં આ ટોળકી સામે કુલ 7 FIR નોંધાઈ ચૂકી છે. પ્રાથમિક તપાસ મુજબ અંદાજે ₹10.87 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ ED દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.