બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફ્લાવર શોની ફરી સિદ્ધિ, 2 ગિનિસ બુકમાં રેકોર્ડ તો ત્રીજી વખત વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

અમદાવાદ / ફ્લાવર શોની ફરી સિદ્ધિ, 2 ગિનિસ બુકમાં રેકોર્ડ તો ત્રીજી વખત વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

Priykant Shrimali

Last Updated: 07:55 PM, 1 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Flower Show : અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ સતત ત્રીજી વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને શહેર માટે ગૌરવની ક્ષણ સર્જી, અહીં જાણો તમામ માહિતી

Ahmedabad Flower Show : હાલ ચારેકોર જે ફ્લાવર શોનો ચર્ચા થઈ રહી છે તેને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદે ફરી એક વખત સમગ્ર દેશ અને દુનિયામાં પોતાનું નામ ઉજાગર કર્યું છે. અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ સતત ત્રીજી વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને શહેર માટે ગૌરવની ક્ષણ સર્જી છે. ખાસ વાત એ છે કે, આ વખતે ફ્લાવર શોએ એક નહીં પરંતુ બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વિગતો મુજબ આ ફ્લાવર શોમાં સૌથી મોટું ફ્લાવર માંડાલા અને સૌથી મોટું ફ્લાવર પોટ્રેટ તૈયાર કરીને નવા વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા. અગાઉ સૌથી મોટા ફ્લાવર માંડાલાનું માપ 706 ચોરસ મીટર હતું, પરંતુ અમદાવાદે આ રેકોર્ડને પાછળ છોડી દેતાં 886 ચોરસ મીટરનું વિશાળ ફ્લાવર માંડાલા તૈયાર કર્યું, જે ખરેખર અદભૂત દૃશ્ય હતું. આ સાથે જ ભારતના લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશાળ ફ્લાવર પોટ્રેટ તૈયાર કરીને પણ નવો ઇતિહાસ રચાયો. આ પોટ્રેટ 41.17 મીટર લાંબું અને 8 મીટર ઊંચું હતું, જે કુલ 329 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતું. આ ફ્લાવર પોટ્રેટે પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને અમદાવાદની પ્રતિષ્ઠાને વધુ ઉંચાઈએ પહોંચાડી.

આ પણ વાંચો : નશેડીઓથી ઊભરાઇ સુરત સિવિલ, 31stની રાતે 600થી વધુ લોકો ઝડપાયા પીધેલી હાલતમાં

નોંધનીય છે કે, દર વર્ષે અમદાવાદ ફ્લાવર શો કંઈક નવું અને વિશિષ્ટ રજૂ કરે છે, પરંતુ આ વર્ષે તો માત્ર રેકોર્ડ તોડ્યા નહીં, પરંતુ નવા રેકોર્ડ સર્જીને શહેરની સર્જનાત્મકતા અને આયોજન ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સતત ત્રીજી વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવું એ સાબિત કરે છે કે અમદાવાદ માત્ર એક શહેર નથી, પરંતુ કલા, સંસ્કૃતિ અને નવીનતાનું જીવતું જાગતું કેન્દ્ર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Guinness Record Ahmedabad Ahmedabad Flower Show Ahmedabad Guinness World Record
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ