ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / નશેડીઓથી ઊભરાઇ સુરત સિવિલ, 31stની રાતે 600થી વધુ લોકો ઝડપાયા પીધેલી હાલતમાં

કાર્યવાહી / નશેડીઓથી ઊભરાઇ સુરત સિવિલ, 31stની રાતે 600થી વધુ લોકો ઝડપાયા પીધેલી હાલતમાં

Published By: Mit Soni

Last Updated: 06:35 PM, 1 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની ઉજવણી દરમિયાન સુરતમાં દારૂના નશામાં ધૂત થયેલા લોકોનો નવો રેકોર્ડ સામે આવ્યો છે. 31 ડિસેમ્બરની રાત્રે શહેરમાં પોલીસની કડક કાર્યવાહી છતાં પણ દારૂ પીધેલા 600થી વધુ લોકો ઝડપાયા છે. આ તમામ નશેડીઓને મેડિકલ ચેકઅપ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લવાતા હોસ્પિટલ દારૂડિયાઓથી ઉભરાઈ ગઈ હતી.

ADVERTISEMENT

સુરત પોલીસ દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શહેરમાં કડક ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. છતાં પણ કેટલાક લોકોએ પોલીસની સૂચનાઓની અવગણના કરી દારૂનો નશો કર્યો હતો. પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા અને જાહેર સ્થળોએ નશો કરતા લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા.

vtv app promotion

ઝડપાયેલા તમામ નશેડીઓને ફરજિયાત મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. એક સાથે મોટી સંખ્યામાં દારૂડિયાઓ આવતા હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તબીબોની ટીમે તમામનો મેડિકલ ટેસ્ટ કર્યો હતો.

વધુ વાંચો: વર્ષના પહેલા દિવસે જ ભયંકર બ્લાસ્ટથી હચમચ્યું હિમાચલનું સોલન, ચોતરફ કાચના ટુકડેટુકડાં વેરવિખેર

પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે નવા વર્ષમાં ટ્રાફિક નિયમો અને કાયદાની અવગણના કરનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. દારૂ પી ને વાહન ચલાવવું કે જાહેર સલામતી સાથે ખેલવું સહન કરવામાં નહીં આવે. સુરત પોલીસની આ કાર્યવાહીથી અન્ય લોકો માટે પણ કડક સંદેશો ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Civil Hospital New Year Eve Celebration Drunk Driving

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ