ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વર્ષના પહેલા દિવસે જ ભયંકર બ્લાસ્ટથી હચમચ્યું હિમાચલનું સોલન, ચોતરફ કાચના ટુકડેટુકડાં વેરવિખેર

બ્રેકિંગ / વર્ષના પહેલા દિવસે જ ભયંકર બ્લાસ્ટથી હચમચ્યું હિમાચલનું સોલન, ચોતરફ કાચના ટુકડેટુકડાં વેરવિખેર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:58 PM, 1 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HImachal Pradesh News: હિમાચલ પ્રદેશના નાલાગઢમાં નવા વર્ષના પહેલા દિવસે એક ભયાનક વિસ્ફોટ થતા અફરા તફરી મચી છે.

ADVERTISEMENT

HImachal Pradesh News: હિમાચલ પ્રદેશના નાલાગઢમાં નવા વર્ષના પહેલા દિવસે એક ભયાનક વિસ્ફોટ થતા અફરા તફરી મચી છે. જેનાથી નજીકની ઇમારતો હચમચી ગઈ. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો છે અને તપાસ ચાલી રહી છે.

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના નાલાગઢમાં નવા વર્ષના પહેલા દિવસે એક પ્રચંડ વિસ્ફોટ થયો. નાલાગઢ પોલીસ સ્ટેશન નજીક એક શેરીમાં વહેલી સવારે બ્લાસ્ટ થયો, જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના પડઘાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો અને ઘટનાસ્થળે અરાજકતા ફેલાઈ ગઈ હતી.

વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઘટનાસ્થળની નજીકની ઇમારતો અને આર્મી હોસ્પિટલના કાચ તૂટી ગયા. સ્થાનિક રહેવાસીઓ અને હાજર પ્રવાસી કામદારોના જણાવ્યા અનુસાર ધમાકાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો, અને એક ક્ષણ માટે કંઈ દેખાતું ન હતું. ચાની દુકાનો પર બેઠેલા લોકો પણ જોરદાર અવાજથી ગભરાઈ ગયા હતા.

vtv app promotion

આ પણ વાંચોઃ એસી અને ફ્રીજ આજથી થયા મોંઘા, જાણો કેટલો થશે ભાવ વધારો

પોલીસે ઘટનાસ્થળને સીલ કરી દીધું

નાલાગઢ પોલીસે તાત્કાલિક ઘટનાને લઇ હરકતમાં આવી. પોલીસે ઘટનાસ્થળને સંપૂર્ણપણે સીલ કરી દીધું હતું અને બંને બાજુ બેરિકેડ ઉભા કરીને તપાસ શરૂ કરી હતી. કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પુરાવા એકત્રિત કરવા માટે શિમલાથી ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Solan News HImachal Pradesh New Year 2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ