ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જે બાંગ્લાદેશી મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલતો, ચંડોળા તળાવ પર ગેરકાયદે અડ્ડો ચલાવતો, એવાં લલ્લુ બિહારી પર ઘટસ્ફોટ

બુલડોઝર સ્ટ્રાઈક / જે બાંગ્લાદેશી મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલતો, ચંડોળા તળાવ પર ગેરકાયદે અડ્ડો ચલાવતો, એવાં લલ્લુ બિહારી પર ઘટસ્ફોટ

Published By: Nidhi Panchal

Last Updated: 11:51 AM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી તરીકે ઓળખાતા મહેમુદ પઠાણના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થયો છે. ખોટા દસ્તાવેજો દ્વારા બાંગ્લાદેશી મહિલાઓને ભારત લાવીને દેહવ્યાપારમાં ધકેલતો હતો આ નરાધમ.

ADVERTISEMENT

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે સરકારની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવના ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

lala-bihari

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી એક ગુપ્ત અને ગંભીર કૌભાંડ ચાલતું હતું, જેમાં મુખ્ય સુત્રધાર તરીકે સામે આવે છે લલ્લા બિહારી, જેને મૂળ નામે મહેમુદ પઠાણ તરીકે ઓળખવામાં આવે છે. તેની ઓળખ માત્ર ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થઈ રહી છે ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોને ગુજરાતમાં વસાવવાના, ખોટા દસ્તાવેજ બનાવવાના અને મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાના મામલાઓમાં.

lalan-top

ખોટા દસ્તાવેજો દ્વારા નકલી નાગરિકતા

લલ્લા બિહારી એ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળના એજન્ટો થકી લોકો લાવતો હતો. એક વ્યક્તિ દીઠ તે 10થી 15 હજાર રૂપિયા વસૂલતો હતો અને ગુજરાતમાં રહેવા માટે ખોટી ઓળખ આપી દસ્તાવેજો જેવી કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર વગેરે બનાવડાવતો હતો. આ દસ્તાવેજોની મદદથી બાંગ્લાદેશી નાગરિકોને ભારતીય નાગરિક તરીકે વસાવવાનું કામ કરતું હતું એક ઘાતકી જાળ.

દેહવ્યાપારના પાશવી કારોબારમાં ધકેલાતી મહિલાઓ

આ ગુનાની સૌથી ગંભીર બાબત એ છે કે લલ્લા બિહારી ખાસ કરીને બાંગ્લાદેશી મહિલાઓને ભારત લાવતો અને પછી તેમને દેહવ્યાપારમાં ધકેલતો. નાનાં નાણાંનાં લાલચ આપી અથવા દબાણ દ્વારા મહિલાઓને આ નરાધમ વ્યવસાયમાં ઊતારતો હતો. અમદાવાદનાં વિવિધ વિસ્તારમાં દેહવ્યાપારની આ ગેરકાયદે પ્રવૃતિ તેની જ શરણે ચાલી રહી હતી. મહિલાઓ માટે આ એક એવી કેદ બની ગઈ હતી, જ્યાંથી બચાવનો કોઈ રસ્તો નહોતો.

કોણ છે લલ્લા બિહારી?

મહેમુદ પઠાણ નામનો વ્યક્તિ લલ્લા બિહારી તરીકે ફેમસ હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પાસેની જગ્યામાં આલિશાન ફાર્મહાઉસ ઉભું કર્યુ હતું. લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. બાંગ્લાદેશના લોકોને જગ્યા ભાડે આપતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા વસૂલતો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. ગુજરાતના ખોટા દસ્તાવેજ બનાવી આપતો હતો. બોગસ ડોક્યુમેન્ટ, દસ્તાવેજના આધારે અમદાવાદના દસ્તાવેજ તૈયાર કરાવતો હતો. બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરીને દેહ વ્યાપારમાં ધકેલતો હતો.

આ પણ વાંચો : VIDEO: ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓની હવે ખેર નહીં! જુઓ ઓપરેશન ક્લિન 'ચંડોળા'ના Live દ્રશ્યો

ચંડોળા તળાવ પાસે ફાર્મહાઉસ અને ગેરકાયદે વસાહત

લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પાસે એક આલિશાન ફાર્મહાઉસ બનાવી રાખ્યું હતું, જે ગેરકાયદે બાંધકામ હેઠળ આવ્યું હતું. અહીં એ બાંગ્લાદેશી નાગરિકોને વસાવતો હતો. તળાવમાં માટી અને અન્ય વસ્તુઓ નાખી જમીન બનાવી વસાહતો ઉભી કરવામાં આવી રહી હતી. આમિત શાહે પણ AMC કમિશનર અને જિલ્લા કલેક્ટરને પત્ર લખી, આ દબાણ દૂર કરવાની અને બાંગ્લાદેશી નાગરિકોની તપાસ કરવાની માંગણી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Latest News chandola talav Chandola Lake demolition operation

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ