બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓની હવે ખેર નહીં! જુઓ ઓપરેશન ક્લિન 'ચંડોળા'ના Live દ્રશ્યો

બુલડોઝર સ્ટ્રાઈક / VIDEO: ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓની હવે ખેર નહીં! જુઓ ઓપરેશન ક્લિન 'ચંડોળા'ના Live દ્રશ્યો

Nidhi Panchal

Last Updated: 10:50 AM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર દેશમાં ગેરકાયદેસર વસવાટ કરનારા લોકો સામે કાર્યવાહી તેજ થઈ છે. તેના પગલે ગુજરાતમાં પણ ચંડોળા તળાવ વિસ્તારમાં સરકારની સૌથી મોટી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે સરકારની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવના ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

ડિમોલિશન દરમિયાન લગભગ 2000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જેથી શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂરી થઈ શકે. સાથે જ ડ્રોનની મદદથી પણ સર્વેલન્સ રાખવામાં આવી, જેથી કોઈ અજાણ્યા સ્થળે પણ દબાણ છૂપાયેલું ન રહે. આ ઓપરેશન દરમ્યાન એક વધુ મહત્વની ઘટના બની લલ્લા બિહારીનું આલીશાન ફાર્મહાઉસ પણ જમીનદોસ્ત કરવામાં આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફાર્મહાઉસ કાળી કમાણીના રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું અને માત્ર 45 મિનિટમાં તેનું સંપૂર્ણ તોડી પાડવામાં આવ્યું.

ચંડોળા તળાવ અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું છે અને આ વિસ્તાર "મિની બાંગ્લાદેશ" તરીકે ઓળખાય છે. ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર 1200 હેક્ટર જમીન પર ફેલાયેલો છે. અહીં ઘણા વર્ષોથી પશ્ચિમ બંગાળથી આવ્યાેલા મુસ્લિમો વસે છે, અને આ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે. આ વિસ્તારનો થોડો વિલકણ પાટ, તંગ ગલીઓ અને ગંદકીથી ભરેલો હોય છે, જે એના રસપ્રદ વાતાવરણને વધુ જટિલ બનાવે છે. કેટલાક ગલીઓ તો એટલી સાંકડી છે કે તેમાં સાઈકલ પણ ન જઈ શકે.

અત્યારની મળતી માહિતી અનુસાર ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે નિરીક્ષણ કરશે. સાથે કામગીરીમાં જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. ચંડોળા તળાવ પછાત વળણોના કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. તેવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં અનધિકૃત ઝૂંપડપટ્ટીઓ વસેલા લોકો માટે મક્કમ અને નમ્ર રીતે રહેવા માટે એક વિસ્તાર બની ચૂક્યો છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અધિકારીઓ દ્વારા ડિમોલેશન સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મકાનોના તાળા તોડીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઘુસણખોરોના મકાનોમાં ડિમોલેશન પહેલા શંકાસ્પદ વસ્તુઓને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. વિસ્તારમાં 60 JCB અને 60 ડમ્પર સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધર્મ આવી છે. અહીં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે જ AMCની હેલ્થની ટીમ પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પર પણ પહોંચ્યો છે. અરજદારોએ ડિમોલિશનની કામગીરી રોકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારોનું કહેવું છે કે, પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી રહ્યા છે. સાથે ઘર તોડતા પહેલા કોઈ નોટિસ અપવવામાં આવી નથી. 1 હજારથી વધુ વધુ ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ઘૂસણખોરો વિરૂદ્ધ અમદાવાદમાં તંત્રનું મેગા ડિમોલિશન, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમો ચંડોળા ખડેપગે

આ સમગ્ર કામગીરી દરમિયાન લાખો ચોરસ મીટર પર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. AMC અને પોલીસ દ્વારા જણાવ્યું છે કે આવાં ગેરકાયદે વસવાટ અને દબાણ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad chandola talav Chandola Lake demolition
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ