ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઘૂસણખોરો વિરૂદ્ધ અમદાવાદમાં તંત્રનું મેગા ડિમોલિશન, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમો ચંડોળા ખડેપગે
Last Updated: 09:30 AM, 29 April 2025
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે સરકારની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવના ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પોલીસ અને AMCનું અત્યાર સુધીની સૌથી મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અહીંથી પહેલા ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ઝડપી લેવામાં આવ્યા બાદ હવે અહીં ઓપરેશન ક્લીન ચંડોળા હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર સ્ટ્રાઈક કરવામાં આવી છે.
ADVERTISEMENT
ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન
ADVERTISEMENT
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસ અને AMCના ઑપરેશન ક્લીન ચંડોળા હેઠળ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ સૌથી મોટી બુલડોઝર સ્ટ્રાઈક કરવામાં આવી છે. મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ચંડોળા તળાવમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. એક જ સાથે ઝૂંપડપટ્ટીને તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે.
ADVERTISEMENT
ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અધિકારીઓ દ્વારા ડિમોલેશન સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મકાનોના તાળા તોડીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઘુસણખોરોના મકાનોમાં ડિમોલેશન પહેલા શંકાસ્પદ વસ્તુઓને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. વિસ્તારમાં 60 JCB અને 60 ડમ્પર સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધર્મ આવી છે. અહીં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે જ AMCની હેલ્થની ટીમ પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
ADVERTISEMENT
લલ્લાનું ફાર્મ હાઉસ જમીન દોસ્ત
અહીં લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરાશે. પાર્કિંગ માટે પચાવી પાડેલી જગ્યા પર લલ્લા બિહારીએ ધીમે-ધીમે કબજો કરવાનું શરૂ કર્યું હતું. તેણે થોડા વર્ષોમાં જ સરકારી જમીન પર ભવ્ય ફાર્મ હાઉસ ઉભું કરી દીધું હતું. લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પર ફાર્મ હાઉસ બનાવ્યું હતું. ત્યારે બુલડોઝર કાર્યવાહી બાદ હવે લલ્લાનું ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું છે. ફાર્મ હાઉસના રૂમ્સ ગાર્ડન, ફુવારા, હીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતા, ફાર્મ હાઉસમાં કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઉભી કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ, આજેય હીટવેવની આગાહી
ADVERTISEMENT
જાણો ચંડોળા તળાવ વિસ્તાર વિશે
અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર 1200 હેક્ટર જમીન પર ફેલાયેલો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસ્લિમો વર્ષોથી રહે છે. આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે. ચંડોળા તળાવ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદતી રહે છે. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી છે કે સાઈકલ પણ ન જઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT