ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / PM મોદીની અપીલ બાદ કૃષિ વિભાગની કચેરીઓમાં લાગશે સોલાર રૂફટોપ

ગુજરાત / PM મોદીની અપીલ બાદ કૃષિ વિભાગની કચેરીઓમાં લાગશે સોલાર રૂફટોપ

Published By: Nidhi Panchal

Last Updated: 08:04 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગ્રીન એનર્જી અપીલને પગલે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવે કૃષિ વિભાગ હેઠળની તમામ કચેરીઓ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સોલાર ઊર્જાથી સજ્જ બનશે.

ADVERTISEMENT

ગુજરાતમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને અનુસરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હેઠળની તમામ કચેરીઓ, સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને નિગમોને સોલાર રૂફટોપથી સજ્જ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારના આ પગલાને ગ્રીન એનર્જી તરફની મોટી પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

jitu5.jpg

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પરંપરાગત ઈંધણથી ઉત્પાદિત વીજળી પરની નિર્ભરતા ઘટાડવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને વધુ પ્રોત્સાહન આપવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યની વિવિધ કૃષિ કચેરીઓ અને સંસ્થાઓમાં સોલાર રૂફટોપ સ્થાપિત થતાં વીજળીના ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાનો વ્યાપ વધશે. સરકારનો ઉદ્દેશ માત્ર વીજળી બચતનો નથી, પરંતુ લાંબા ગાળે પર્યાવરણનું સંરક્ષણ કરવાનો પણ છે.

સોલાર ઊર્જાનો ઉપયોગ વધારવા માટે આયોજન

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને કૃષિ સાથે સંકળાયેલા નિગમોમાં પણ સોલાર ઊર્જાનો ઉપયોગ વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ અમલમાં આવ્યા બાદ હજારો યુનિટ વીજળીનું ઉત્પાદન સૂર્ય ઊર્જા દ્વારા થશે. જેના કારણે સરકારી તંત્રમાં વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધશે. કૃષિ વિભાગ દ્વારા આ માટે જરૂરી ટેક્નિકલ આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર સતત ગ્રીન એનર્જી તરફ આગળ

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સતત ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહી છે અને કૃષિ વિભાગ પણ હવે તેમાં સક્રિય ભાગ ભજવશે. સોલાર રૂફટોપ પ્રોજેક્ટથી માત્ર પર્યાવરણને જ ફાયદો નહીં થાય પરંતુ સરકારી સંસ્થાઓને લાંબા ગાળે આર્થિક રીતે પણ લાભ મળશે. આ પહેલથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને સ્વચ્છ ઊર્જા વપરાશને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો : 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી કોઑપરેટિવ

અગાઉથી જ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશના અગ્રણી

ગુજરાત સરકાર અગાઉથી જ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. હવે કૃષિ વિભાગમાં પણ સોલાર સિસ્ટમ લાગુ થતા રાજ્યની ગ્રીન એનર્જી નીતિને વધુ મજબૂતી મળશે. સરકારનો પ્રયાસ છે કે આગામી સમયમાં વધુને વધુ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં સોલાર ઊર્જાનો ઉપયોગ વધારવામાં આવે અને ઊર્જા બચત સાથે પર્યાવરણ સુરક્ષા તરફ અસરકારક પગલાં લેવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Green Energy Solar Rooftop Jitu Vaghani

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ