ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી કોઑપરેટિવ

ગુજરાત / 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ સાથે ‘ભારત ટેક્સી’ બની વિશ્વની સૌથી મોટી કોઑપરેટિવ

Published By: Nidhi Panchal

Last Updated: 07:16 PM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાંથી શરૂ થયેલી ‘ભારત ટેક્સી’ હવે દેશભરમાં ડિજિટલ સહકારિતાનું મોટું મોડલ બની રહી છે. ડ્રાઇવરોને સીધી કમાણી અને મુસાફરોને ઓછા ભાડા સાથે આ પ્લેટફોર્મ નવી પરિવહન ક્રાંતિ સર્જી રહ્યું છે.

ADVERTISEMENT

Gandhinagar, 27 મે 2026: સામાન્ય રીતે ‘સહકારિતા’ શબ્દ સાંભળતા જ લોકોના મનમાં અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ હવે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ સહકારી ક્રાંતિ દોડી રહી છે, જેનું નામ છે ‘ભારત ટેક્સી’. આ માત્ર એક કેબ બુકિંગ એપ નથી, પરંતુ હજારો ડ્રાઇવરોના સ્વાભિમાન અને આત્મનિર્ભરતાની કહાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને આગળ વધારતી આ પહેલ 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આજે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઉભરી રહી છે.

bharat-taxi2

ભારત ટેક્સીના ચેરમેન અને અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, ભારત ટેક્સીએ ડ્રાઇવર-ઓન્ડ મોડલને હકીકતમાં ફેરવી દીધું છે. અહીં કોઈ મોટી કોર્પોરેટ કંપની કમિશન લેતી નથી, પરંતુ રાઇડની 100 ટકા કમાણી સીધી ડ્રાઇવરોના ખાતામાં જમા થાય છે. આ મોડલને કારણે હજારો ડ્રાઇવરોના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે. પ્લેટફોર્મ સાથે જોડાયા બાદ ડ્રાઇવરોની માસિક આવકમાં 25 થી 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

bharrr

ડ્રાઇવર પ્રવીણ ઠાકોર જણાવે છે કે અગાઉ અન્ય કંપનીઓ સાથે કામ કરતાં ભારે કમિશન કપાતને કારણે પૂરતી કમાણી થતી નહોતી. પરંતુ ભારત ટેક્સી સાથે જોડાયા પછી તેમને વધુ સારો રેટ અને પ્રતિસાદ મળી રહ્યો છે. આ મોડલથી ડ્રાઇવરોને પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવવામાં મદદ મળી રહી છે. બીજી તરફ મુસાફરોને પણ મોટો લાભ મળી રહ્યો છે. ખાનગી એગ્રીગેટર પ્લેટફોર્મ્સમાં ડાયનેમિક પ્રાઇસિંગને કારણે ભાડામાં સતત ફેરફાર થતો રહે છે, જ્યારે ભારત ટેક્સીએ પારદર્શક અને સ્થિર ભાડા વ્યવસ્થા અપનાવી છે. જેના કારણે મુસાફરોને સરેરાશ 15 ટકા સુધીની બચત થઈ રહી છે.

કોઈ કમિશન કપાત નથી

ડ્રાઇવર જનક બારોટે જણાવ્યું હતું કે અહીં કોઈ કમિશન કપાત નથી અને તમામ ચૂકવણી સીધી ખાતામાં જમા થાય છે. અન્ય કંપનીઓ જ્યાં 30 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું વસૂલે છે, ત્યાં ભારત ટેક્સી માત્ર 17 થી 18 રૂપિયા પ્રતિ કિલોમીટર દરે સેવા આપી રહી છે. આથી મુસાફરો અને ડ્રાઇવરો બંનેને લાભ મળી રહ્યો છે. સાથે ભવિષ્યમાં ડ્રાઇવરોને પેન્શન અને વીમા જેવી સુવિધાઓ પણ આપવાની યોજના છે.

bb

આજે ભારત ટેક્સી સાથે દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઇવરો અને 35 લાખથી વધુ યુઝર્સ જોડાયેલા છે. ગુજરાતમાં જ લગભગ 1 લાખ ડ્રાઇવરો આ પ્લેટફોર્મ સાથે કામ કરી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સફળતા મળ્યા બાદ હવે વડોદરામાં પણ ભારત ટેક્સીની શરૂઆત થવાની છે. કંપની IT પાર્ક, એરપોર્ટ અને મોટી હાઉસિંગ સોસાયટીઓમાં સીધા લોકો સુધી પહોંચવા માટે ખાસ BTL કેમ્પેઇન ચલાવી રહી છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ અજય કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે ડ્રાઇવરોને આ કંપનીમાં કોઈ કમિશન આપવું પડતું નથી અને માત્ર 12 કલાકમાં એપ્લિકેશન મંજૂર થઈ જાય છે.

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહે સોલા ઉમિયાધામમાં 1600 વિદ્યાર્થીઓ માટેની ભવ્ય હોસ્ટેલનું લોકાર્પણ કર્યું

ભારત ટેક્સીએ સુરક્ષા ક્ષેત્રે પણ મહત્વનું પગલું ભર્યું છે. ગુજરાત પોલીસ સાથે સીધું SOS ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે, જે મુસાફરો અને ડ્રાઇવરો માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. સાથે જ સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે ખાસ રૂટ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. કંપનીએ 10 હજારથી વધુ ડ્રાઇવરોને સોફ્ટ સ્કિલ્સ અને ડિજિટલ હેન્ડલિંગની તાલીમ આપી છે. ઉપરાંત મેટ્રો, GSRTC અને એરપોર્ટ ઓથોરિટી સાથે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ઉભી કરીને ગુજરાતમાં મુસાફરીને વધુ સરળ અને આધુનિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Driver Income Mobility Cooperative Bharat Taxi

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ