બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat again achieved another achievement in the tourism sector across the country

સિધ્ધિ / વધુ એક યશકલગી: ટુરિઝમ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત પુન: અવ્વલ, આ બે રાજ્યોને પાછળ છોડી દીધા

Vishal Khamar

Last Updated: 10:14 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટુરીઝમ ક્ષેત્રે ફરીથી સમગ્ર દેશમાં ગુજરાતે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હોટેલિવેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટની 7 મી આવૃતિમાં ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું છે. WTTCII દ્રારા પ્રવાસન ક્ષેત્રે માટે ગુજરાતને સર્વોચ્ચ સિધ્ધિ પુરસ્કાર મેળવ્યો છે.

ટુરીઝમ ડેવલપમેન્ટ બદલ ગુજરાતે ફરીથી વધુ એક સિધ્ધિ મેળવી છે. શ્રેષ્ઠ ટુરીઝમ માટે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ ઈન્ડિયન ઈનિશિએટીવ (WTTCII) દ્વારા સમગ્ર દેશમાં ગુજરાત પ્રવાસનને પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રે સર્વોચ્ચ સિદ્ધિ પુરસ્કારથી સન્માનિત કરાયુ છે.   હોટેલિવેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટની 7મી આવૃત્તિમાં ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયુ છે. આ એવોર્ડ, પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાતના નોંધપાત્ર પ્રદર્શનને ઉજાગર કરે છે.

પર્યટન માળખાને વધારવા અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારતે છેલ્લા દાયકાઓમાં આ ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે. તાજેતરના આંકડાઓ એશિયા પેસિફિક ક્ષેત્રના કુલ 230 મિલિયનમાંથી 7.2 મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમન સાથે વૈશ્વિક પ્રવાસન લેન્ડસ્કેપમાં ભારતનું નોંધપાત્ર યોગદાન દર્શાવે છે. 2022માં ભારતના જીડીપીમાં મુસાફરી અને પર્યટન ક્ષેત્રનું સીધું આર્થિક યોગદાન USD $247 બિલિયન હતું, જેમાં 87 ટકા માત્ર સ્થાનિક મુસાફરી ખર્ચમાંથી ઉદ્ભવ્યું હતું. WTTCIIના હોટેલિવેટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટ 2024માં માથાદીઠ જીએસડીપી, પ્રવાસીઓની સંખ્યા, બિઝનેસ કરવામાં સરળતા, બ્રાન્ડેડ હોટલ રૂમ, રોડ અને રેલવે - ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, સાક્ષરતા દર, માર્કેટિંગ પ્રયાસો સહિત વિવિધ પરિમાણોમાં 30 ભારતીય રાજ્યોનું મૂલ્યાંકન કરાયુ હતુ. જેમાં ગ્રીન કવર સહિતના વિવિધ માપદંડોના આધારે, ગુજરાતે ગોવા અને મહારાષ્ટ્રને પાછળ છોડીને આગળ રહીને ટોચનું સ્થાન મેળવ્યુ છે. 

વધુ વાંચોઃ હોસ્ટેલમાં તોડફોડ મુદ્દે ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં, લીધો NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇ મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, 2019માં ગુજરાતનું 7મુ સ્થાન હતુ જે હવે 2024માં પ્રથમ સ્થાને પહોંચી ગયુ છે. જે દર્શાવે છે કે, ગુજરાતે પ્રવાસનને અનેક ગણુ પ્રોત્સાહન આપીને આ સિધ્ધિ મેળવી છે. અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર ઝડપી વિસ્તરી રહ્યું છે.નવા નવી ઈનોવેશન તેમજ ફરવાના સ્થળે કરાયેલી વિવિધ સુવિધાઓને કારણે દેશ-વિદેશના સહેલાણીઓ ગુજરાત આવવા માટે આર્કષાઈ રહ્યા છે
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ