બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GSEB board std 10 12 exam answer paper jetpur virpur bhupendrasinh chudasama

બેદરકારી / વીરપુર રોડ પર મળેલી ઉત્તરવહી મામલે શિક્ષણમંત્રીએ કહ્યું- કડક પગલા લેવાશે, તો કોંગ્રેસે મોટા આરોપ લગાવ્યા

Hiren

Last Updated: 05:24 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. શિક્ષણ વિભાગની બેદરકારીથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ પર જોવા મળ્યું છે. વીરપુર ઓવરબ્રિજ પાસે બોર્ડની પરીક્ષાની ઉત્તરવાહી રોડ પર જોવા મળી છે. તો ગોંડલના પાટીદળ ગામે પણ ઉત્તરવહી મળી આવી છે. હાલ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી રોડ પર જોવા મળી છે. ધોરણ 10 અને 12 ગુજરાતી ભાષાની લખાયેલી ઉત્તરવાહી રોડ પર પડેલી જોવા મળી છે. આ ઉત્તરવહી મહેસાણા જિલ્લાની હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ મામલે શિક્ષણમંત્રીએ નિવેદન આપ્યું છે.

  • ઉત્તરવાહી મળવા મામલે શિક્ષણમંત્રીનુ નિવેદન
  • એક બેગમાં 475 શીટ હતીઃ શિક્ષણમંત્રી
  • અગાઉ પણ શિક્ષણના કૌભાંડો સામે આવ્યા છે: કોંગ્રેસ

વીરપુર અને જેતપુરમાં અવાવરૂ જગ્યાએથી ઉત્તરવહીઓ મળી આવી છે. આ ઉત્તરવહી મળવા મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે વીરપુર ચોકડી પાસેથી કેટલીક ઉત્તરવહીઓ મળી આવી છે. એક બેગમાં 475 શીટ હતી. બધી બેગો સહીસલામત છે. કમિશનરને સમગ્ર મામલે તપાસ સોંપી છે. 5 વ્યક્તિ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ મામલે કહ્યું હતું કે, જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે. કેટલીક ઉત્તરવહી હજુ નથી મળી તેની પણ તપાસ ચાલુ છે. જે કોઇ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. વીરપુર અને જેતપુરમાંથી અવાવરૂ જગ્યા પરથી ધોરણ-10 અને 12ની ઉત્તરવાહીઓ મળી આવી હતી.

બોર્ડની બેજવાબદારીભરી કામગીરીનું ઉદાહરણ છે: કોંગ્રેસ

જેતપુર અને ગોંડલમાં ઉત્તરવહી મળવા મામલે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. મનીષ દોશીએ કહ્યું કે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. મહેનત કરનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે. બોર્ડની બેજવાબદારીભરી કામગીરીનું ઉદાહરણ છે. અગાઉ પણ શિક્ષણના કૌભાંડો સામે આવ્યા છે. બાળકોના વાલીઓ પણ ચિંતામાં છે. ત્યારે ભાજપ સરકાર માત્ર તપાસની વાતો કરે છે. બેદરકારી દાખવનાર સામે કડક પગલા લેવાય અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે જોવું જોઇએ.

અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધી ઉત્તરવહી પહોંચાડવાનીઃ ઇન્ચાર્જ શિક્ષણાધિકારી

ઉત્તરવહી મળવાના મામલે મહેસાણા જિલ્લા ઇન્ચાર્જ શિક્ષણાધિકારી સ્મિતા પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું હતું કે ઉત્તરવહી કેવી રીતે ત્યાં પહોંચી તેનો કોઇ ખ્યાલ નથી. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધીની છે. મહેસાણા જિલ્લામાં ધોરણ 10 માટે પાલા કેન્દ્ર નંદાસણ છે. ધોરણ 12 માટે પાલા કેન્દ્ર ગાંધીનગર છે. અમારી જવાબદારી પાલા કેન્દ્ર સુધી ઉત્તરવહી પહોંચાડવાની છે. અમે પોલીસ બંદોબસ્ત સાથે પાલા કેન્દ્ર સુધી ઉત્તરવહી પહોંચાડી હતી. પાલા કેન્દ્રથી ઉત્તરવહીઓ ઝોનમાં જાય છે. ઉત્તરવહી ઝોનથી મધયસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ