બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / groom slept outside room by making excuses on day of honeymoon in hardoi

સંબંધોની ઠગાઈ / 'ભાઈ નથી તો શું થયું', સુહાગરાતે ભાઈ નપુંસક નીકળતાં જેઠે હદ વટાવી, ભડકેલી દુલ્હને કર્યું બહાદુરીનું કામ

Hiralal

Last Updated: 02:45 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હરદોઈમાં એક નવવિવાહીતાએ તેના સાસુ, જેઠ સહિતના સાસરિયાવાળા સામે યૌન ઉત્પીડનની ફરિયાદ લખાવી છે.

  • યુપીના હરદોઈ જિલ્લામાં શર્મનાક ઘટના
  • નપુંસક યુવાન સાથે થયા યુવતીના લગ્ન
  • મોટાભાઈએ યુવતી સાથે સંબંધ બનાવવાનો કર્યો પ્રયાસ 
  • જે થાય હોય તે થાય  માનીને યુવતીએ ઘરનાને જાણ, લખાવી પોલીસ ફરીયાદ 

ઠગાઈ ખાલી પૈસાની જ થાય તેવું હવે રહ્યું નથી. સંબંધોમાં પણ ઠગાઈ થાય છે પરંતુ સંબંધોની ઠગાઈ કરનારા લોકોએ ચેતી જવાની જરુર છે જ્યારે તેમના ઘરના કોઈ બેન-દીકરી ભોગ બને ત્યારે ખબર પડતી હોય છે. યુપીના હરદોઈમાં એક હેરાનીભરી ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાએ પોતાના પતિ પર નપુંસક હોવાનો આરોપ લગાવ્યો છે. 9 જૂને તેણે એએસપીમાં ફરિયાદ નોંધાવી હતી. આવામાં જેઠ પર સંબંધ બનાવવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો છે. પરણિત મહિલાએ પતિ, સાસુ-સસરા, જેઠ અને જેઠાણી સામે ફરિયાદ નોંધાવી છે.

જેઠ મેલા મનનો નીકળ્યો 
મહિલાનો આરોપ છે કે લગ્ન બાદ તેને ખબર પડી કે તેનો પતિ નપુંસક છે. મહિલાએ પતિ નપુંસક હોવાની ફરિયાદ કરી તો તેના જેઠે કહ્યું કે ભાઈ નથી તો કંઈ નહીં હું તો શું ને, ભાઈ ન આપી શકે તે હું તને આપીશ. પણ મહેરબાની કરીને સંબંધ ન તોડીશ. મહિલાએ કહ્યું કે આ સાથે જ જેઠે પહેલા તેને ફસાવવાનો પ્રયાસ કર્યો અને પછી જબરદસ્તીથી સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો. 9 જૂનના રોજ મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેના પતિ, સાસુ-સસરા, દિયર અને દિયર પર ત્રાસ અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. 

પત્ની સાથે ન સુવું પડે એટલે બહાના દેખાડતો 
મહિલાએ જણાવ્યું કે, 10 ફેબ્રુઆરી 2023ના રોજ શાહજહાંપુર જિલ્લાના એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. લગ્નમાં દહેજ પણ આપવામાં આવ્યું હતું. લગ્ન નક્કી થયા પહેલા તેને તેના પરિવારજનોએ કહ્યું હતું કે શુભમના બે ભાઈ છે અને બંને એન્જિનિયર છે. આરોપ છે કે જ્યારે પરણિત મહિલા ઘરથી નીકળ્યા બાદ સાસરીમાં પહોંચી તો તેનો પતિ બહાના બનાવીને રૂમની બહાર સુઈ ગયો. આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. જ્યારે તેણે તપાસ કરી તો ખબર પડી કે તેનો પતિ નપુંસક છે. યુવતીનું કહેવું છે કે જ્યારે તેણે આ અંગે સાસુને ફરિયાદ કરી હતી તો સાસુ જેઠ અને બનેવીને રુમમાં લઈ આવી હતી અને મોટા દીકરા સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. ગમે તેમ કરીને તેણે પોતાના પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી અને આવા પરિવારની સામે ફરીયાદ નોંધાવી હતી. 

પોલીસે કડક કાર્યવાહીની આપી ખાતરી  
પીડિતાએ ગંભીર આરોપ લગાવીને આ સમગ્ર મામલામાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. અધિક પોલીસ અધિક્ષક દુર્ગેશકુમાર સિંહે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ લગ્નની ઠગાઈનો કિસ્સો
ઉલ્લેખનીય છે કે આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જેમાં કોઈ નપુંસક યુવાન કોઈ કોડભરી કન્યા સાથે લગ્ન કરી લેતા હોય છે અને વેડિંગ નાઈટે દુલ્હનને જ્યારે આ વાતની ખબર પડે ત્યારે તેનું તેને કેવો આઘાત લાગતો હશે. માટે આવી ઘટનાઓ બનતી એટકે તે જરુરી છે. નામર્દ હોવાનું છુપાવીને કોઈને બેન-દીકરીનું જીવતર ધૂળમાં મળાવવાનું કામ ન થવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ