બ્રેકિંગ ન્યુઝ
VTV / બિયોન્ડ વીડિયોઝ / groom declined to take dowry from bride father video goes viral
Last Updated: 09:34 PM, 20 December 2023
ADVERTISEMENT
લગ્ન માત્ર બે વ્યક્તિઓનું નહીં પરંતુ બે પરિવારનું મિલન છે. વર અને વધુના પરિવાર હંમેશા સાથે જોડાઈ જાય છે. ભારતમાં લગ્ન સાથે જોડાયેલી કેટલીક કુપ્રથાઓ છે, જે કોઈ પણ દૂર કરી શક્યું નથી. આપણે જોતા જ હોઈએ છીએ કે, ખોટી શાન માટે ઘણો ખર્ચો કરવામાં આવે છે. જેનાથી પણ વધુ ગંભીર કુપ્રથા દહેજપ્રથા છે. સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમે દુલ્હાને સલામ કરશો.
લગ્નમાં રસ્મ નિભાવવામાં આવી રહી હતી. દુલ્હનના પિતા અને પંડિત દુલ્હા સાથે બેઠા હતા. તે સમયે પિતા કળશની સાથે દુલ્હાને દહેજ તરીકે નોટોનું બંડલ આપવા લાગ્યા. દુલ્હાને આ વાત બિલ્કુલ પણ પસંદ ના આવી અને તેણે દહેજ લેવાની ના પાડી દીધી. દુલ્હનના પિતા અને તેમના સંબંધીઓએ દુલ્હાને આ રકમ આપવા માટે ઘણો ફોર્સ કર્યો, પણ દુલ્હેરાજા ટસ ના મસ ના થયા.
ADVERTISEMENT
ADVERTISEMENT
દુલ્હાએ દુલ્હનના પિતાનું માન રાખ્યું અને નોટોના બંડલમાંથી એક નોટ રાખી લીધી અને બાકીની નોટ દુલ્હનના પિતાને આપી દીધી. આ રીતે જૂની પ્રથાનું પાલન કર્યું અને દહેજ જેવી કુપ્રથાને પણ ના પાડી દીધી. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
અંજલી શર્મા હરિતેશ નામના ઈન્સ્ટાગ્રામ યૂઝરે આ વિડીયો શેર કર્યો અને વિડીયોમાં લખ્યું કે, ‘દરેક યુવતી માટે ગર્વની પળ’. કેપ્શનમાં લખ્યું કે, ‘મને અને મારા પિતાને આ પળ ગૌરવથી ગદગદ કરી દે છે.’ માનવામાં આવી રહ્યું છે કે, આ વિડીયો અંજલી શર્માના લગ્નનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.