બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / green tea side effects in gujarati green tea nuksan

Lifestyle / દેખા-દેખીમાં આવીને તમે પણ પીવો છે Green Tea? નુકસાન જાણીને ધ્રૂજવા લાગશે હાથ

Manisha Jogi

Last Updated: 11:10 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં ઘણા લોકો દૂધની ચાની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરે છે. લોકો ગ્રીન ટી પીતા સમયે શું ભૂલ કરે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • લોકો દૂધની ચાની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરે છે
  • લોકો ગ્રીન ટી પીતા સમયે ઘણી ભૂલ કરે છે
  • જેના કારણે આરોગ્યને નુકસાન થઈ શકે છે

આજના સમયમાં ઘણા લોકો દૂધની ચાની જગ્યાએ ગ્રીન ટીનું સેવન કરે છે. સોશિયલ મીડિયા પર તમામ લોકોએ ગ્રીન ટીના ફાયદા વિશે સાંભળ્યું જ હશે, પણ શું તમને ગ્રીન ટીથી થતા નુકસાન વિશે ખબર છે? ગ્રીન ટીનું યોગ્ય પ્રકારે સેવન કરવામાં ના આવે તો નુકસાન થઈ શકે છે. લોકો ગ્રીન ટી પીતા સમયે શું ભૂલ કરે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઊંઘની સમસ્યા
અનેક લોકો સવારથી સાંજ સુધીમાં અનેક કપ ગ્રીન ટીનું સેવન કરે છે. આ આદતને કારણે હેલ્થને નુકસાન થઈ શકે છે. આ પ્રકારે કરવાતી ઊંઘની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તમને થાક લાગી શકે છે, નબળાઈ લાગી શકે છે અને સ્વભાવ ચિડીયો થઈ શકે છે. એક દિવસમાં બે કપથી વધુ ગ્રીન ટીનું સેવન ના કરવું જોઈએ. 

ખરાબ પાચનતંત્ર
વધુ પ્રમાણમાં ગ્રીન ટીનું સેવન કરવાથી એસિડિટીની પ્રોબ્લેમ થઈ શકે છે. અનેક લોકો એક દિવસમાં 5થી 6 કપ ગ્રીન ટીનું સેવન કરે છે, જે હેલ્થ માટે સારું નથી. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા, ગેસ અને કબજિયાત જેવી સમસ્યા થાય છે. 

નબળાં હાડકાં
ગ્રીન ટીમાં યૌગિક હોય છે, જેના કારણે કેલ્શિયમનું અવશોષણ થઈ શકતું નથી. ગ્રીન ટીનું સેવન કરવાથી હાડકાં નબળા પડી શકે છે. લાંબા સમય સુધી ગ્રીન ટીનું સેવન કરવામાં આવે તો ઓસ્ટિયોપોરોસિસ નામની બિમારી થઈ શકે છે, જેના કારણે હાડકાં પર થોડી ઈજા થાય તો પણ ફ્રેક્ચર થઈ શકે છે.

વધુ વાંચો: આર્થિક લાભ પહેલા સપનામાં દેખાય આ 3 વસ્તુઓ, પછી પૈસાથી છલકાઈ જાય છે તિજોરી!

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ