બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / greek island antikythera will pay people 40 thousand rupees per month and free home to live there

ટ્રાવેલ / આ આઇલેન્ડમાં રહેવાના મળશે દર મહિને 40 હજાર રુપિયા

Krupa

Last Updated: 04:30 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં ગ્રીસના ઓર્થોડોક્સ ચર્ચની મદદથી આઇલેન્ડ પર લોકોને વસાવવાની યોજના શરુ કરવામાં આવી છે. તેનો હેતુ અહીં લોકોને પરિવાર સાથે આકર્ષિત કરવાનો છે. પહેલા ત્રણ વર્ષ માટે દર મહિને 560 ડોલર એટલેકે 40 હજાર રુપિયા આપવામાં આવશે.

  • ગ્રીસના એક આઇલેન્ડ પર રહેવાના પૈસા મળશે
  • આ સાગરમાં એક દ્રીપ છે તેનું નામ અંતિકિથિરા છે
  • પહેલા ત્રણ વર્ષ માટે દર મહિને 560 ડોલર એટલેકે 40 હજાર રુપિયા આપવામાં આવશે

જો તમે આધુનિક જીવન અને શહેરોની ભાગમભાગથી થાકી ગયા હો તો તમારા માટે એક ઓફર છે. તમે ગ્રીસના એક આઇલેન્ડ પર શાંતિ ભરેલી જિંદગી વિતાવી શકો છો. સૌથી મોટી વાત તો એ છે કે તમને અહીં રહેવાના પૈસા મળશે. આમ તો ગ્રીસના નાગરિકોને પ્રાથમિકતા આપવાની વાત છે, પરંતુ સેકન્ડ ચાન્સ અન્ય દેશના નાગરિકોને પણ મળી શકે છે. આ માટે વ્યક્તિએ આવેદન ફોર્મ ભરવુ પડશે જો તમે સિલેક્ટ થશો તો તમને અહીં રહેવાની લોટરી લાગશે.

આ આઇલેન્ડ એજિયન સાગરમાં છે જે ભુમધ્ય સાગરનો ભાગ છે. એજિયન સાગર ગ્રીસ અને અંતોલિયાની વચ્ચે આવે છે. આ સાગરમાં એક દ્રીપ છે તેનું નામ અંતિકિથિરા છે. ત્યાં એક જ શહેર છે જે પોટામોસના નામથી જાણીતું છે. દાયકાઓથી તે સુમસામ પડ્યુ છે. મુશ્કેલીથી અહીં માંડ 20 જેટલા પરિવારો રહે છે.

તાજેતરમાં ગ્રીસના ઓર્થોડોક્સ ચર્ચની મદદથી આઇલેન્ડ પર લોકોને વસાવવાની યોજના શરુ કરવામાં આવી છે. તેનો હેતુ અહીં લોકોને પરિવાર સાથે આકર્ષિત કરવાનો છે. જો કોઇ પરિવાર અહીં રહેવા આવે તો તેના બદલામાં તેને એક ઘર, ખેતી કરવા માટે જમીનનો ટુકડો અથવા બિઝનેસ કરવા માટે જમીન આપવામાં આવશે. પહેલા ત્રણ વર્ષ માટે દર મહિને 560 ડોલર એટલેકે 40 હજાર રુપિયા આપવામાં આવશે.

અહીં હવે લગભગ 20 લોકો રહે છે. લોકોના જન્મદરમાં કમી અને પ્રવાસના કારણે વસ્તી ઘટી રહી છે. યુવાનો બહેતર આર્થિક વિકાસ માટે દ્રીપ છોડીને અલગ અલગ શહેરોમાં જઇને વસ્યા હતા. આ કારણે ધીમે ધીમે વસ્તી ઘટતી ગઇ. ગ્રીસ ઓથોરિટિઝે ગ્રીક નાગરિકને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યુ છે. ત્યારબાદ અન્ય નાગરિકનો નંબર લાગશે. કોઇ પણ દેશનો નાગરિક આ માટે આવેદન કરી શકે છે. આમ તો એક પરિવાર ત્યાં પહોંચી ચુક્યો છે. લગભગ 24 વર્ષ સુધી અહીં સ્કુલ પણ ન હતી. એક સ્થાનિક સ્કુલ આટલા વર્ષો બંધ રહ્યા બાદ ખોલવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Antikythera Greece Travel lifestyle આઇલેન્ડ ગ્રીસ Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ