ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Govt defends use of PM Narendra Modi's photo on COVID-19 vaccination certificates

મહામારી / કોરોના વેક્સિન પ્રમાણપત્ર પર PM ની તસવીર છાપવાની કેમ જરુર પડી? કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ

Published By: Hiralal

Last Updated: 10:30 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીના સંદેશ સાથેની તસવીર શા માટે મૂકાઈ તેનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે.

ADVERTISEMENT

  • કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીરનો મામલો
  • સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પવારે રાજ્યસભામાં આપ્યો જવાબ
  • પ્રધાનમંત્રી મોદીની તસવીર છાપવી વ્યાપક જનહિતમાં છે

કેન્દ્ર સરકારે જણાવ્યું કે કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી મોદીની તસવીર વ્યાપક જનહિતમાં છે અને આ પ્રમાણપત્ર વેક્સિનેશન બાદ મહામારીના બચાવના તમામ નિયમોનું પાલન કરવા અંગે સભાનતા ફેલાવવા માટે છે. 

સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ભારતી પવારે રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં આ વાત જણાવી છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનેશન પ્રમાણપત્રોનું ફોર્મેટ સ્ટાન્ડર્ડ છે અને પ્રમાણપત્રો સંબંધી વિશ્વ આરોગ્ય સંગઠનના દિશાનિર્દેશો અનુસાર છે.

કોંગ્રેસે પૂછ્યું, શું કોરોના વેક્સિન પ્રમાણપત્ર પર પ્રધાનમંત્રીની તસવીર છાપવી જરુરી છે 

કોંગ્રેસના કુમાર કેતકરે સરકાર પાસેથી જાણવા માંગ્યું હતું કે શું કોરોના વેક્સિન પ્રમાણપત્ર પર પ્રધાનમંત્રીની તસવીર છાપવી જરુરી છે. કોંગ્રેસ સાંસદને જવાબ આપતા પવારે જણાવ્યું કે મહામારીના બદલાઈ રહેલા સ્વરુપોને ધ્યાનમાં રાખતા કોરોના સંબંધી ઉચિત વ્ય્વહારનું પાલન કરવું, આ રોગના પ્રસારને રોકવા માટે એક મહત્વનો ઉપાય સાબિત થયો છે. 

મહત્વના સંદેશ લોકો સુધી પહોંચતા કરવાની સરકારની જવાબદારી છે-મંત્રી 

તેમણે કહ્યું કે વેક્સિનેશન પ્રમાણપત્રોમાં પ્રધાનમંત્રીના સંદેશની સાથે ફોટો વ્યાપક જનહિતમાં ટીકાકરણ બાદ પણ કોવિડ-19 ઉચિત વ્યવહારનું પાલન કરવાના મહત્વના અંગે સભાનતા ફેલાવવાના સંદેશ પર ભાર મૂકે છે. લોકો સુધી આવા મહત્વના સંદેશ અસરકારક રીતે મોકલવાની સરકારની નૈતિક અને નીતિગત જવાબદારી છે. 

રસીકરણ પ્રમાણપત્રો પર ડબ્લ્યુએચઓનાં ધોરણોનું પાલન કરાયું-સરકાર 

તેમણે કહ્યું, "રસીકરણ પ્રમાણપત્રો પર ડબ્લ્યુએચઓનાં ધોરણોનું પાલન કરીને રસીકરણ પ્રમાણપત્રોનો મુસદ્દો બનાવવાનો નિર્ણય, જેમાં રસીકરણ પછી પણ કોવિડ યોગ્ય વર્તણૂકના મહત્વ વિશે સંદેશ છે, આ તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે." સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રીનું ચિત્ર છાપ્યું, પવારે કહ્યું કે તમામ રાજ્યો કોવિન રસીકરણ માટે કોવિન એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, કેન્દ્રીય મંત્રીએ કેતકરના પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો જેમાં તેમણે પૂછ્યું હતું. પોલીયો, શીતળા વગેરે જેવી કોઈપણ રસીના પ્રમાણપત્ર પર પ્રધાનમંત્રીનું ચિત્ર છાપવું.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona india corona world india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા કોરોના વર્લ્ડ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ