બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / government's shocking response to the petition of the deceased's relatives in the Shreya Hospital fire case

તપાસ / શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો મામલે મૃતકોના પરિવાજનોની અરજી પર સરકારનો ચોંકાવનારો જવાબ

Shyam

Last Updated: 11:18 PM, 24 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે સરકારનો ચોંકાવનારો જવાબ આવ્યો છે, પંચ સામે મૃતકોના પરિવારજનોની અરજી સરકારે અયોગ્ય ગણાવી છે.

  • અમદાવાદના ચકચારી શ્રેય અગ્નિકાંડનો મામલો
  • મૃતકોના પરિવાજનોની અરજી પર સરકારનો ચોંકાવનારો જવાબ
  • પંચ સામે મૃતકોના પરિવારજનોની અરજી સરકારે અયોગ્ય ગણાવી

અમદાવાદના ચકચારી શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો મામલે મૃતકોના પરિવાજનોની અરજી પર સરકારનો ચોંકાવનારો જવાબ આવ્યો છે. પંચ સામે મૃતકોના પરિવારજનોની અરજી સરકારે અયોગ્ય ગણાવી છે. અરજદારોની માગણી ન સ્વીકારવા સરકારે કોર્ટમાં રજૂઆત કરી છે. તપાસપંચ પાસેથી સરકારે હકીકતલક્ષી માહિતી મેળવી છે. જેના પર અરજદારોની રજૂઆત છે કે, પરિવારજનોએ સ્વજન કેવી રીતે ગુમાવ્યા તે જાણવાનો હક છે. સરકાર અમારા હકથી દૂર ન કરી શકે. આ અંગેની વધુ સુનાવણી શુક્રવારે કોર્ટમાં હાથ ધરાશે. 

  • સ્થળ પરની તપાસ કરવા મૃતક પરિવારજનોની છે માગ 
  • પંચે તપાસ સમયે ક્યાં પુરાવા એકઠા કર્યા તે આપવા અરજદારોની માગ
  • સાક્ષીઓની ઉલટ તપસની પરિવારજનોની છે માગ 
  • તપાસપંચની કામગીરી પર પરિવારજનોને ઉભા કર્યા છે પ્રશ્નો

નોંધનીય છે કે અમદાવાદમાં લાગેલી આગની ઘટનાથી ન માત્ર ગુજરાત પરંતુ આખો દેશ હચમચી ઉઠ્યો હતો. નિર્દોષ લોકો માટે કાળ બનેલી આગ પાછળ બેદરકાર લોકોને સજા આપવા માંગ ઉઠી રહી હતી ત્યારે હોસ્પિટલની બેદરકારીનો રિપોર્ટ સામે આવી હતી. NOC નહીં લીધી હોવાથી ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી ન હતી. હોસ્પિટલના ICUમાં બે બારી બંધ હોવાથી ધુમાડો બહાર નિકળી શક્યો નહતો. બન્ને બારીઓને સ્ક્રુથી ફિટ કરેલી હતી જેથી વેન્ટિલેશન ન મળતાં ધુમાડો થયો અને દર્દીઓ ગૂંગળાઇ ગયા હતા. 

ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે 8 લોકોના જીવ ગયા. ફાયર એલાર્મ હોત તો રેસ્ક્યુની કામગીરી ઝડપથી થઈ શકી હોત. હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી પરંતુ ચકાસણી કરવામાં આવી નહતી. AMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ બેદરકાર રહ્યાં હતા. પોલીસે AMC અને ફાયરબ્રિગેડની બેદરકારી અંગે અહેવાલ માંગ્યો હતો. આ તમામ ખામીઓ દર્શાવી મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ