બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / government to implement new rules for PUC certification

ઓટો ન્યૂઝ / PUC સર્ટિફિકેટના બદલાશે નિયમ, ચૂક્યા તો થશે જેલ અને લાયસન્સ પણ થશે સસ્પેન્ડ

Bhushita

Last Updated: 10:17 AM, 30 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ગાડી ચલાવતો છો તમારે PUC સર્ટિફિકેટને ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તમે તેને અપડેટ નહીં રાખો તો તમને જેલ પણ થઈ શકે છે. મોટર વ્હીકલ એક્ટના નવા નિયમ આવી રહ્યા છે જેમાં PUC માટે QR કોડ સિસ્ટમ લાગૂ કરાશે. જેનાથી તમામ માગહિતી તરત જ મળી જશે. જો તમે નિયમનું પાલન નહીં કરો તો તમારું લાયસન્સ સસ્પેન્ડ કરવાની સાથે તમને જેલની સજા પણ થઈ શકે છે.

  • PUC સર્ટિફિકેટના બદલાશે નિયમ
  • ચૂક્યા તો થશે જેલ અને લાયસન્સ પણ થશે સસ્પેન્ડ 
  • PUC માટે QR કોડ સિસ્ટમ લાગૂ કરાશે


PUC માટે QR  કોડ સિસ્ટમ લાગૂ કરાશે. તેમાં ગાડીની દરેક જરૂરી જાણકારીઓ જેમ કે માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, એમિશન સ્ટેટ્સ વગેરે માહિતી હશે.  મળતી માહિતી અનુસાર સડક પરિવહન મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સનો પ્રસ્તાવ આપ્યો છે. તેમાં PUCની પ્રક્રિયા પૂરી થતાં પહેલાં એક ઓટોમેટિક એસએમએસ જનરેટ થશે. જે ગાડીના માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જશે. તેનાથી ખ્યાલ આવશે કે તેની ગાડીના PUC સર્ટિફિકેટની પ્રક્રિયા શરૂ થઈ છે. 
 
ગાડી ચોરાવવાના કેસમાં થશે ઘટાડો

આ પ્રક્રિયાના કારણે ગાડીઓના ચોરાવવાના કેસમાં ઘટાડો થશે. કેમકે જ્યારે કોઈ અન્ય વ્યક્તિ ચોરીની ગાડીનું PUC સર્ટિફિકેટ માટે ટેસ્ટિંગ કરાવશે તેનો મેસેજ ગાડીના અસલી માલિક પાસે જશે. તેનાથી ખ્યાલ આવશે કે કયા ટેસ્ટિંગ સેન્ટર પર ગાડીની PUC સર્ટિફિકેટની પ્રક્રિયા શરૂ થઈ છે. 

નેશનલ ડેટા બેસ સાથે લિંક રહેશે PUC

મંત્રાલયે કહ્યું છે કે આ પ્રસ્તાવ પર એક ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરાયું છે. લોકોના મંતવ્યો અને મુશ્કેલીઓ મંગાવાયા છે. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર PUC સર્ટિફિકેટનું યુનિફોર્મ ફોર્મેટ PUC ડેટાબેસના નેશનલ રજિસ્ટર સાથે લિંક કરવાનો પ્રસ્તાવ અપાયો છે. 

રિજેક્ટ પણ થઈ શકે છે PUC સર્ટિફિકેટ

મંત્રાલયે પહેલી વાર PUC સર્ટિફિકેટ રિજેક્ટ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. રિજેક્શન સ્લિપમાં તેનું કારણ અપાશે. એ પણ કહેવાશે કે ગાડીનું એન્જિન એમિશન લેવલ નક્કી માનકથી વધારે છે આ માટે PUC સર્ટિફિકેટ રિજેક્ટ કરાયું છે. 
 

રિજેક્શનનું કારણ લેખિતમાં મળશે

મંત્રાલયના પ્રસ્તાવ મુજબ જો ઈંફોર્સમેન્ટ ઓફિસરને લાગે કે એમિશન લેવલ નક્કી માનકો અનુસાર નથી તો તેઓ લેખિતમાં તેની જાણકારી ગાડીના માલિકને આપશે. ગાડીના માલિકને કહેવાશે કે તેઓ કોઈ ઓથરાઈઝ્ડ PUC સેન્ટર પર જઈને ગાડીનું ટેસ્ટિંગ કરાવે. 

 
થઈ શકે છે 3 મહિનાની જેલ

જો ડ્રાઈવર કે ગાડીનો માલિક ગાડીને કમ્પલાયન્સ મામટે જમા કરવામાં નિષ્ફળ રહે છે તો તેને મોટર વ્હીકલ એક્ટના અનુસાર દંડ ભરવો પડે છે. ગાડીના માલિકને 3 મહિનાની જેલ કે 10 હજારનો દંડ થઈ શકે છે. આ સિવાય તેનું લાયસન્સ પણ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Auto News Certificate Jail Licence PUC Rules qr code જેલ નિયમ લાયસન્સ સજા સર્ટિફિકેટ સસ્પેન્ડ PUC certification
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ