બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મહિલાઓ માટે સરકારની સુપરહિટ સેવિંગ સ્કીમ, બેંકની FD કરતા વધારે વ્યાજનો ફાયદો

તમારા કામનું / મહિલાઓ માટે સરકારની સુપરહિટ સેવિંગ સ્કીમ, બેંકની FD કરતા વધારે વ્યાજનો ફાયદો

Last Updated: 07:44 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahila Samman Savings Scheme : આ બચત યોજનામાં રોકાણ મહિલા પોતાના નામે અથવા સગીર છોકરી વતી વાલી ખોલી શકે છે.

Mahila Samman Savings Scheme : આપણા દેશની અડધી વસ્તી એટલે કે મહિલાઓ માટે સારી નાણાકીય સુરક્ષા માટે સરકાર સતત કામ કરી રહી છે. મહત્વનું છે કે, સરકાર સમયાંતરે મહિલાઓની જરૂરિયાત મુજબ બચત યોજનાઓ લાવતી રહી છે. ગયા વર્ષે પણ બજેટમાં સરકાર એક ઉત્તમ બચત યોજના 'મહિલા સન્માન બચત યોજના' લાવી હતી. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને ધ્યાનમાં રાખીને તેની રજૂઆત કરવામાં આવી હતી. આ બચત યોજનામાં તમને 2 વર્ષના લોક ઇન સાથે બેંક FD કરતાં વધુ વળતર મળી રહ્યું છે. મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2025 છે.

indian-currency-or-bank-notes-2023-11-27-05-05-16-utc

7.5% ના દરે વ્યાજ ઉપલબ્ધ

મહિલા સન્માન બચત યોજના હેઠળ જમા રકમ પર વાર્ષિક 7.5% ના દરે વ્યાજ આપવામાં આવે છે. વ્યાજ ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે. તે ખાતામાં જમા થાય છે અને બંધ સમયે ચૂકવવામાં આવે છે. આ સ્કીમ પર ચૂકવવામાં આવતું વ્યાજ હાલમાં 2 વર્ષની બેંક FD કરતાં વધુ છે. ઉદાહરણ તરીકે SBI બે વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.80% અને વરિષ્ઠ નાગરિકોને 7.30%ના દરે વ્યાજ ઓફર કરે છે. HDFC બેંક સામાન્ય ગ્રાહકોને 7.00% અને વરિષ્ઠ નાગરિકોને 7.50% ના દરે વ્યાજ આપી રહી છે.

હવે જાણો કોણ રોકાણ કરી શકે?

મહિલા સન્માન બચત યોજનામાં રોકાણ મહિલા પોતાના નામે અથવા સગીર છોકરી વતી વાલી ખોલી શકે છે.

વધુ વાંચો : PM કિસાન યોજનાનો 19મો હપ્તો તમારા ખાતામાં આવશે કે નહીં? એક ક્લિકમાં જાણો

રોકાણ કરવાની મહત્તમ રકમ કેટલી ?

આ બચત યોજનામાં લઘુત્તમ રોકાણ મર્યાદા રૂ. 1,000 અને મહત્તમ રૂ. 2,00,000 છે. ખાતું ખોલવા માટે અરજદારે ખાતું ખોલવાનું ફોર્મ, KYC દસ્તાવેજો (આધાર અને પાન કાર્ડ), નવા ખાતાધારકો માટે KYC ફોર્મ અને જમા કરેલી રકમ સાથે પે-ઈન સ્લિપ અથવા નજીકની પોસ્ટ ઑફિસ અથવા બેંક શાખામાં ચેક સબમિટ કરવો પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment Yojana Mahila Samman Bachat Yojana Saving Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ