બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / government preparing to impose gst on online gaming will help raising funds nirmala sitharaman

મહત્વની વાત / ઓનલાઈન ગેમિંગ પર GST લગાડવાની સરકારની તૈયારી, FM સીતારામણે આપી દીધો સંકેત

Bijal Vyas

Last Updated: 11:50 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રીએ જણાવ્યું કે, GST કાઉન્સિલ ઓનલાઈન ગેમ્સના કરવેરા અંગેની નીતિ પર વિચારણા કરી રહી છે અને એકવાર આખરી થઈ ગયા પછી તે ઉદ્યોગને રોકાણ આકર્ષવામાં મદદ કરશે.

  • છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઓનલાઈન ગેમિંગનો ઝડપથી વિસ્તરણ થયો
  • કૌશલ્ય અને નસીબ પર આધારિત રમતો અલગ હશે
  • ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ગયા મહિને ઓનલાઈન ગેમિંગ સેક્ટર માટે ધોરણો નક્કી કર્યા

GST on Online Gaming:નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે, GST કાઉન્સિલ ઓનલાઈન ગેમ્સના કરવેરા અંગેની નીતિ પર વિચારણા કરી રહી છે અને તેને અંતિમ રુપ આપવા પર આ ઉદ્યોગને રોકાણ આકર્ષવામાં મદદ કરશે. દક્ષિણ કોરિયાની મુલાકાતે ગયેલા સીતારમણે અહીં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું કે ઑનલાઇન ગેમિંગ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લગાવવાના સંદર્ભમાં GST કાઉન્સિલ સ્તરે વિચારણા ચાલી રહી છે. તેમણે કહ્યું કે, GST ટેક્સેશન ઉપરાંત નિયમન સંબંધિત મુદ્દાઓ પર પણ મંત્રી સ્તરની ચર્ચા ચાલી રહી છે.

શું વાત છે! ભારત સરકારે જ લૉન્ચ કરી મોબાઈલ ગેમ, જાણૉ શું છે ખાસિયતો | govt  and zynga india launches mobile games based on indias freedom

વિદેશી રોકાણને આકર્ષિત કરવામાં મળશે મદદ
કોરિયાઇ ગેમિંગ કંપની ક્રાફ્ટોન દ્વારા ગેમિંગ ક્ષેત્રમાં વિદેશી રોકાણ આકર્ષવા માટે લેવામાં આવેલા પગલાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે નાણાંમંત્રીએ કહ્યું, "આ નીતિની નિશ્ચિતતા સાથે, કરવેરા વધુ સ્પષ્ટ થશે અને તે રોકાણકારોને આકર્ષિત કરશે." GST કાઉન્સિલ, GST સંબંધિત મુદ્દાઓ પર નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા, નાણાં મંત્રીના નેતૃત્વમાં હોય છે, જેમાં રાજ્યોના નાણામંત્રી પણ તેનો ભાગ હોય છે.

સતત વધી રહ્યુ છે ગેમિંગ ક્ષેત્ર
એવી સંભાવના જણાવવામાં આવી રહી છે કે, GST કાઉન્સિલની જૂનમાં મળનારી આગામી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ અંગે નિર્ણય લેવાઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઓનલાઈન ગેમિંગનો ઝડપથી વિસ્તરણ થયો છે. કેપીએમજીના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં 13,600 કરોડ રૂપિયા પર ઓનલાઈન ગેમિંગ સેક્ટરનું નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં વધીને 29,000 કરોડ રૂપિયા થઈ જશે.

Topic | VTV Gujarati

કૌશલ્ય અને નસીબ પર આધારિત રમતો અલગ હશે
કૌશલ્ય અને નસીબના આધારે ઑનલાઇન રમતોને વિવિધ પ્રકારની રમતોમાં નિર્ધારિત કરવાની ચર્ચા છે. ઘણા રાજ્યો કહે છે કે, કૌશલ્ય પર આધારિત રમતને નસીબ પર આધારિત રમત સાથે સરખાવવી જોઈએ નહીં. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ગયા મહિને ઓનલાઈન ગેમિંગ સેક્ટર માટે ધોરણો નક્કી કર્યા હતા, જેમાં સટ્ટાબાજી અને હોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

GST GST on Online Gaming ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ગેમ્સ કાઉન્સિલ નાણામંત્રી નિર્મલા સીતારમણે business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ