બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સરકાર દરેક સ્માર્ટફોનમાં કેમ ઈચ્છે છે Aadhaar એપ?, સેમસંગથી માંડીને અન્ય કંપનીઓ કેમ છે વિરોધ

ટેકનોલોજી / સરકાર દરેક સ્માર્ટફોનમાં કેમ ઈચ્છે છે Aadhaar એપ?, સેમસંગથી માંડીને અન્ય કંપનીઓ કેમ છે વિરોધ

Published By: Jinal Chauhan

Last Updated: 10:22 AM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકાર સ્માર્ટફોન યુઝર્સ માટે એક મોટું ડિજિટલ પગલું લેવા તૈયારીમાં છે. નવા ફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવાની યોજના સામે આવી છે. પરંતુ આ પ્રસ્તાવને લઈને ટેક કંપનીઓએ પ્રાઈવસી અને સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.

ભારત સરકાર એક મોટું ડિજીટલ પગલું લેવાનું વિચારી રહી છે. રિપોર્ટ મુજબ સરકાર ઈચ્છે છે કે દેશમાં વેચાતા દરેક નવા સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ હોય. એટલે યુઝરને નવો ફોન ખરીદ્યા પછી અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.

ટેક કંપનીઓનો વિરોધ શરૂ

આ પ્રસ્તાવ સામે મોટી ટેક કંપનીઓએ વાંધો ઉઠાવ્યો છે. Apple, Samsung અને Google જેવી કંપનીઓએ સુરક્ષા અને પ્રાઈવસી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે કોઈ સરકારી એપને ફરજિયાત રીતે ફોનમાં નાખવી યુઝરની સ્વતંત્રતા અને ડેટા સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દો બની શકે છે.

ઉદ્યોગ સંસ્થાએ પણ પ્રશ્નો ઉઠાવ્યા

સ્માર્ટફોન કંપનીઓના સંગઠન MAIT એ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેમના મુજબ આ પગલાંથી કંપનીઓને ભારત માટે અલગ પ્રોડક્શન લાઇન બનાવવી પડશે જેના કારણે ખર્ચ અને લોજિસ્ટિક સમસ્યાઓ વધશે. ઉપરાંત આનાથી મોટો જાહેર લાભ પણ દેખાતો નથી.

સરકાર આ પગલું કેમ લેવા માંગે છે?

આ વર્ષે જાન્યુઆરીમાં UIDAI એ આધારની નવી એપ લોન્ચ કરી હતી. આ એપથી યુઝર પોતાની માહિતી અપડેટ કરી શકે છે ફેમિલી પ્રોફાઇલ મેનેજ કરી શકે છે અને બાયોમેટ્રિક ડેટાને લોક કરીને સુરક્ષા વધારી શકે છે. સરકાર માને છે કે એપ પહેલાથી ફોનમાં હશે તો તેનો ઉપયોગ સરળ બની જશે.

vtv app promotion

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી બદલાઇ જશે પગાર સ્લિપ: નવા નિયમોની તમારી સેલેરી પર શું પડશે અસર?

ડેટા સુરક્ષાની ચિંતા

આધાર ભારતની ઓળખ પ્રણાલીમાં મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ અગાઉ ડેટા લીકની ઘટનાઓ પણ સામે આવી છે. તેથી કંપનીઓ અને નિષ્ણાતો ચિંતિત છે કે આ પગલાંથી યુઝર્સની ખાનગી માહિતી જોખમમાં ન પડે.

સંચાર સાથી જેવી સ્થિતિ ફરી?

આ મામલો થોડો Sanchar Saathi એપના વિવાદ જેવો લાગે છે. પહેલા પણ સરકારએ આ એપને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિરોધ બાદ આ વિચાર પાછો ખેંચવો પડ્યો હતો. હાલ આધાર એપ માટે આ ફરજિયાત નથી પરંતુ સૂચન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ સચેત જેવી અન્ય સરકારી એપ્સને પણ પ્રી-ઇન્સ્ટોલ કરવાની વાત થઈ છે જેને કંપનીઓએ નકારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar app preinstall India smartphone policy data privacy concerns

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ