બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 એપ્રિલથી બદલાઇ જશે પગાર સ્લિપ: નવા નિયમોની તમારી સેલેરી પર શું પડશે અસર?

જાણી લેજો / 1 એપ્રિલથી બદલાઇ જશે પગાર સ્લિપ: નવા નિયમોની તમારી સેલેરી પર શું પડશે અસર?

Published By: Priykant Shrimali

Last Updated: 05:58 PM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salary Slips : નવા નિયમ મુજબ હવે કંપનીઓને કર્મચારીઓની બેસિક સેલેરી (Basic Salary) કુલ CTCના ઓછામાં ઓછા 50% રાખવી ફરજિયાત રહેશે, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Salary Slips : નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2026થી શરૂ થવા જઈ રહ્યું છે અને સાથે જ પગારદાર કર્મચારીઓ માટે મહત્વના ફેરફારો આવી રહ્યા છે. નવા નિયમોના અમલથી તમારી સેલેરી સ્ટ્રક્ચર, PF અને ટેક-હોમ સેલેરી પર સીધી અસર જોવા મળી શકે છે. આ ફેરફારો મુખ્યત્વે New Income Tax Act 2025 અને Labour Code હેઠળ લાગુ થવાના છે.

શું છે મોટો બદલાવ?

નવા નિયમ મુજબ હવે કંપનીઓને કર્મચારીઓની બેસિક સેલેરી (Basic Salary) કુલ CTCના ઓછામાં ઓછા 50% રાખવી ફરજિયાત રહેશે. હાલમાં ઘણી કંપનીઓ બેસિક સેલેરી ઓછી રાખીને HRA, ટ્રાવેલ અને અન્ય ભથ્થા વધારે રાખતી હતી. હવે આ રીતમાં મોટો ફેરફાર આવશે.

PF અને ગ્રેચ્યુઇટીમાં વધારો

Provident Fund (PF) અને ગ્રેચ્યુઇટી બેસિક સેલેરી પર આધારિત હોય છે. એટલે બેસિક સેલેરી વધશે, PFમાં યોગદાન વધશે, નિવૃત્તિ માટેનું ફંડ મજબૂત બનશે પરંતુ તેની સાથે હાથમાં આવતી સેલેરી થોડી ઘટી શકે છે, કારણ કે PF કપાત વધી જશે.

કોને થશે વધુ અસર?

  • જો તમારી બેસિક સેલેરી પહેલેથી 50% છે → કોઈ ખાસ ફેરફાર નહીં
  • જો બેસિક સેલેરી ઓછી છે → કંપનીએ તેને વધારવી પડશે

ટેક્સ પર અસર સમજીએ તો House Rent Allowance (HRA) છૂટ બેસિક સેલેરી સાથે જોડાયેલી હોય છે.

બેસિક વધવાથી HRA પર મળતી છૂટ ઘટી શકે, ટેક્સ થોડો વધી શકે.

આ પણ વાંચો : 31 માર્ચ પહેલા આ 5 નાણાકીય કામ જરૂર પૂરાં કરો, નહીં તો થશે મોટું નુકસાન

નવો ટેક્સ રજીમ માટે શું?

New Tax Regime પસંદ કરનાર માટે રાહત છે. ₹12.75 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી અને ₹75,000 સુધી Standard Deduction. આ સિસ્ટમમાં HRA જેવી છૂટ નથી, એટલે બેસિક સેલેરી વધે તો ટેક્સ પર ખાસ અસર નહીં પડે. અહેવાલો મુજબ આ નવા નિયમોનો હેતુ પગાર વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાનો અને કર્મચારીઓની ભવિષ્યની બચત વધારવાનો છે. જોકે, ટૂંકા ગાળે તમને હાથમાં મળતી સેલેરીમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Basic salary rule PF increase Salary slip changes

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ