બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 31 માર્ચ પહેલા આ 5 નાણાકીય કામ જરૂર પૂરાં કરો, નહીં તો થશે મોટું નુકસાન
Last Updated: 05:41 PM, 22 March 2026
March 31 2026 : નાણાકીય વર્ષ 2025-26 હવે પૂર્ણ થવા આવ્યું છે અને 31 માર્ચ તેની અંતિમ તારીખ છે. આ સમયગાળા દરમિયાન કેટલીક અગત્યની નાણાકીય કામગીરી પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ કામ સમયસર નહીં કરો, તો તમને વધારાનો ટેક્સ ભરવો પડી શકે છે અથવા કેટલાક લાભો ચૂકી શકો છો. ચાલો સરળ ભાષામાં સમજીએ કે કયા 5 કામ સમયસર કરવું જરૂરી છે.
ADVERTISEMENT
રોકાણનો પુરાવો સબમિટ કરો
જો તમે ટેક્સ બચાવવા માટે વર્ષ દરમિયાન રોકાણ કર્યું છે, તો તેનો પુરાવો તમારી કંપની અથવા નોકરીદાતાને આપવો જરૂરી છે. જો તમે સમયસર આ ડોક્યુમેન્ટ્સ નહીં આપો, તો તમારી આવકમાંથી કપાત ગણવામાં નહીં આવે અને તમને વધુ ટેક્સ ભરવો પડી શકે છે.
ADVERTISEMENT
આરોગ્ય વીમો પ્રીમિયમ ચૂકવો
Health Insurance હેઠળ તમે ટેક્સ બચાવી શકો છો. પરિવાર માટે ₹25,000 સુધી, સિનિયર સિટિઝન માટે ₹50,000 સુધી, માતા-પિતા માટે ₹75,000 સુધી. પણ આ લાભ મેળવવા માટે 31 માર્ચ પહેલા પ્રીમિયમ ચૂકવવું જરૂરી છે.
ADVERTISEMENT
ITRમાં ભૂલો હોય તો સુધારો
ITR-U દ્વારા તમે જૂના ITRમાં થયેલી ભૂલો સુધારી શકો છો. જો તમે અગાઉ કોઈ માહિતી ચૂકી ગયા હો, તો હવે તેને સુધારવાનો આ છેલ્લો મોકો છે. ખાસ કરીને AY 2021-22 માટે 31 માર્ચ પહેલા અપડેટ કરવું જરૂરી છે.
ADVERTISEMENT

PPF, SSY અને NPSમાં રોકાણ કરો
ADVERTISEMENT
ટેક્સ બચાવવા માટે તમે નીચેના વિકલ્પોમાં રોકાણ કરી શકો છો. Public Provident Fund (PPF), Sukanya Samriddhi Yojana (SSY), National Pension System (NPS). જો તમે જૂના ટેક્સ રજીમમાં છો, તો આ રોકાણો તમને સારો ટેક્સ લાભ અપાવી શકે છે. ધ્યાન રાખો કે રોકાણ 31 માર્ચ પહેલાં પૂર્ણ કરવું જરૂરી છે.
આ પણ વાંચો : શ્રી રામ નવમીને કારણે કયા દિવસે બેન્ક રહેશે બંધ, આ અઠવાડિયે 4 રજા, ફટાફટ ચેક કરી લેજો
ADVERTISEMENT
હોમ લોન વ્યાજ પર ટેક્સ છૂટ લો
જો તમે હોમ લોન લીધી છે, તો Section 24(b) હેઠળ ₹2 લાખ સુધીના વ્યાજ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. પરંતુ ફક્ત તે જ વ્યાજ ગણાશે જે તમે આ નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવ્યું હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.