બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શ્રી રામ નવમીને કારણે કયા દિવસે બેન્ક રહેશે બંધ, આ અઠવાડિયે 4 રજા, ફટાફટ ચેક કરી લેજો

કામની વાત / શ્રી રામ નવમીને કારણે કયા દિવસે બેન્ક રહેશે બંધ, આ અઠવાડિયે 4 રજા, ફટાફટ ચેક કરી લેજો

Published By: Bijal Vyas

Last Updated: 11:03 AM, 22 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંક કર્મચારીઓની આ અઠવાડિયે સતત અનેક રજાઓ છે. આ અઠવાડિયે રામનવમી જેવા મહત્વપૂર્ણ તહેવાર છે. આવો જાણીએ ક્યા દિવસે રજા રહેશે...

બેંક કર્મચારીઓની આ અઠવાડિયે સતત અનેક રજાઓ છે. આ અઠવાડિયે રામનવમી જેવા મહત્વપૂર્ણ તહેવાર છે. તો ચોથા શનિવાર અને રવિવારની જગ્યાએ આવનારા દિવસોમાં બેંક બંધ રહેશે. જેના કારણે અનેક શહેરોમાં બેંક 4 દિવસ ખુલશે નહીં. આવો જાણીએ ક્યા દિવસે રજા રહેશે...

ક્યા શહેરમા ક્યા દિવસે રહેશે રજા

  • 26 માર્ચ(ગુરુવાર): શ્રી રામ નવમીના તહેવારની જગ્યાએ અમદાવાદ, બેંગલોર, ચંડીગઢ, દહેરાદૂન, જયપુર, કાનપુર, કોલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, રાંચી અને શિમલામાં બેંક બંધ રહેશે.
  • 27 માર્ચ(શુક્રવાર) : શ્રીરામ નવમી(ચૈત્ર દશેરા) નિમિત્તે ભોપાલ, ભુવનેશ્વર, ગંગટોક, હૈદરાબાદ, પટના અને વિજયવાડામાં બેંક કર્મચારીઓને આ રજા રહેશે.
  • 28 માર્ચ(શનિવાર): મહિનાના ચોથા શનિવાર રહેશે. આ કારણે બેંક બંધ રહેશે.
  • 29 માર્ચ(રવિવાર): અઠવાડિયાની એક જાહેર રજા એટલે કે રવિવાર હોવાથી બેંક ખુલશે નહીં.
Bank-Holiday

આ મહિના છેલ્લી રજા 31 માર્ચ ના રોજ મહાવીર જયંતી હોવાના કારણે બેંક કર્મચારીઓની રજા રહેશે. આ મહિને હોળીથી લઇને ઇદ જેવા તહેવારના કારણે બેંકમાં અનેક દિવસ રજા હતી. આવતા મહિનાની 1 એપ્રિલ બેંક માં પેપર વર્ક હોવાના કારણે અનેક બ્રાંચ પર સામાન્ય લોકો માટે બેંકનું કામ નહીં થાય.

આ પણ વાંચોઃ દર મહિને કમાણી પાક્કી, પોસ્ટ ઓફિસની આ 5 યોજનામાં જોરદાર વળતર

એપ્રિલમાં ક્યારે રહેશે રજા

3 એપ્રિલે ગુડ ફ્રાઇડે નો તહેવાર છે. જેના કારણથી અમદાવાદ, બેંલાપુર , ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નઇ, દહેરાદૂન, ગંટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇંફાલ, જયપુર, જમ્મૂ, કાનપુર, કોચી. કોલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર થી લઇ પણજી, કાનપુર, શ્રીનગર, વિજયવાડામાં બેંક બંધ રહેશે.

14 એપ્રિલે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જયંતી, તમિલ ન્યૂ યર, બૈસાખી જેવા તહેવારના કારણે અનેક શહેરોમાં બેંક બંધ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holidays Ramnavmi 2026 Week Off

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ