બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દર મહિને કમાણી પાક્કી, પોસ્ટ ઓફિસની આ 5 યોજનામાં જોરદાર વળતર
Last Updated: 10:57 AM, 22 March 2026
દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંથી થોડીક બચત કરીને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં પૈસા સુરક્ષિત રહે અને સારો નફો પણ મળે. આ માટે પોસ્ટ ઓફિસની સરકારી યોજનાઓ ખૂબ લોકપ્રિય છે કારણ કે તેમાં સરકાર સુરક્ષાની ખાતરી આપે છે એટલે કે રિસ્ક ઓછું હોય છે અને 7-8%થી વધુ વ્યાજ પણ મળે છે. આવી જ પાંચ સારી પોસ્ટ ઓફિસ યોજનાઓ છે જે બાળકો અને મહિલાઓ માટે ખાસ છે અને નિવૃત્તિ પછી નિયમિત આવક પણ આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ યોજના ખાસ મહિલાઓ માટે 2023થી શરૂ કરવામાં આવી છે જેમાં સરકાર 7.5% વ્યાજ આપે છે. આ યોજના 2 વર્ષની મુદત માટે હોય છે અને ફક્ત ₹1000થી એકાઉન્ટ ખોલી શકાય છે. તેમાં વધુમાં વધુ ₹2 લાખ સુધી રોકાણ કરી શકાય છે. આમાં ભાગરૂપે પૈસા કાઢવાની સુવિધા પણ છે એકાઉન્ટ ખોલ્યા પછી 1 વર્ષ પછી 40% સુધી રકમ ઉપાડી શકાય છે અને 6 મહિના પછી કેટલીક શરતો સાથે એકાઉન્ટ બંધ પણ કરી શકાય છે.
ADVERTISEMENT
આ પોસ્ટ ઓફિસની ખૂબ જ લોકપ્રિય યોજના છે જે ખાસ દીકરીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં માતા-પિતા પોતાની દીકરીના જન્મથી લઈને તેના અભ્યાસ અને લગ્ન માટે પૈસા બચાવી શકે છે. આ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે ખાતું ખોલી શકાય છે અને સરકાર તરફથી આશરે 8.2% સુધીનું સારું વ્યાજ મળે છે. આમાં દર વર્ષે વધુમાં વધુ ₹1.5 લાખ સુધી રોકાણ કરી શકાય છે અને આ રોકાણ 15 વર્ષ સુધી કરવું પડે છે. લોક-ઇન પિરિયડ પછી પણ મૅચ્યોરિટી સુધી વ્યાજ મળતું રહે છે. આ રીતે લાંબા ગાળામાં દીકરી માટે મોટું ફંડ તૈયાર થઈ શકે છે અને સાથે ઇનકમ ટેક્સમાં છૂટનો લાભ પણ મળે છે.
ADVERTISEMENT
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ પોસ્ટ ઓફિસની લાંબી મુદતની રોકાણ યોજના છે, જેમાં તમે ₹500 થી શરૂ કરી શકો છો અને વર્ષમાં વધુમાં વધુ ₹1,50,000 જમા કરી શકો છો, દર વર્ષે 7.1% વ્યાજ મળે છે, 80C હેઠળ ટેક્સ છૂટ મળે છે, રોકાણની મુદત 15 વર્ષની હોય છે જે 5 વર્ષ માટે વધારી શકાય છે અને માસ્યૂરિટી પર મળતી રકમ સંપૂર્ણ ટેક્સ-મુક્ત હોય છે.

ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ (POMIS) એ એવી યોજના છે જેમાં ₹1,000 થી રોકાણ શરૂ કરી શકાય છે અને એકમાત્ર રોકાણ પછી આગળના મહિનાથી જ વ્યાજ મળવાનું શરૂ થાય છે, સરકાર દર વર્ષે 7.4% વ્યાજ આપે છે, સિંગલ અકાઉન્ટમાં મહત્તમ ₹9 લાખ રોકાણ કરી દર મહિને આશરે ₹5,500 આવક થાય છે અને જૉઇન્ટ અકાઉન્ટમાં મહત્તમ ₹15 લાખ રોકાણ કરી દર મહિને આશરે ₹9,250 આવક થાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સેન્ટ્રલ બેંકમાં SO પોસ્ટ પર ભરતી, IT વાળા માટે શાનદાર મોકો,લાસ્ટ ડેટ નજીક
પોસ્ટ ઓફિસની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) રિટાયરમેન્ટ બાદ ફિક્સ્ડ આવક માટે છે, જેમાં રૂ.1,000 થી રોકાણ શરૂ કરી શકાય છે. સિંગલ અકાઉન્ટમાં મહત્તમ રૂ.15 લાખ અને જૉઇન્ટ અકાઉન્ટમાં રૂ.30 લાખ રોકાણ શક્ય છે દર વર્ષે 8.2% વ્યાજ મળે છે. રૂપિયા 30 લાખ રોકાણ પર ત્રિમાસિક વ્યાજથી રૂ.61,500 મળે છે જે દર મહિને આશરે રૂ.20,500 બને છે અને મેચ્યોરિટી પર મૂળ રકમ પાછી મેળવી શકાય છે અથવા ત્રણ વર્ષ માટે આગળ વધારી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.