ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / માણસની વિચારસરણીથી આગળ નીકળી ગયું AI, હવે જાતે જ નિર્ણય લેશે

ટેકનોલોજી / માણસની વિચારસરણીથી આગળ નીકળી ગયું AI, હવે જાતે જ નિર્ણય લેશે

Last Updated: 11:23 AM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે તેના જનરેટિવ AI જેમિનીની સેકેન્ડ જનરેશનને લોન્ચ કરી છે. હવે માણસની મદદ વગર જ પોતે જાતે જ નિર્ણય લઈ શક્શે.

ADVERTISEMENT

Google Gemini 2.0 Launched: ગૂગલે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં એક નવો માઈલસ્ટોન સર્જ્યો છે. તેણે તેના જનરેટિવ AI જેમિનીનું નવું વર્ઝન 2.0 લોન્ચ કર્યું છે. તેના લોન્ચિંગ સાથે, AI હવે માનવીય વિચારોથી આગળ વધી ગયું છે. હવે તે માણસની મદદ વગર પોતાની જાતે નિર્ણય પણ લઈ શકે છે.

ભવિષ્યને ધ્યાને રાખીને તૈયાર કરાયું

ગૂગલની બ્લોગ પોસ્ટ અનુસાર, કંપનીએ જેમિની 2.0ને એવી રીતે તૈયાર કર્યું છે કે, જે મલ્ટીમોડાલિટીમાં જબરદસ્ત છે. આ તેનું અત્યાર સુધીનું સૌથી એડવાન્સ્ડ AI મોડલ છે, જેને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

AI પોતાની રીતે નિર્ણય લેશે

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે, 'કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જેમિનીની ફર્સ્ટ જનરેશન લૉન્ચ કરી હતી. હવે આ વર્ષે કંપનીએ તેની બીજી જનરેશન લોન્ચ કરી છે. જેમિની 2.0 એ અજેંટિંક યુગ માટે ડિઝાઇન કરવામાં આવી છે.

ડિપ રિસર્ચ પણ સરળ બનશે

જેમિની 2.0ની સાથે, ગૂગલે તેની સર્ચને સુધારવા માટે કરેલા કામ વિશે પણ બ્લોગ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. ગૂગલનું કહેવું છે કે જેમિની 2.0 માત્ર પસંદગીના ડેવલપર્સ અને ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ હશે અને ટૂંક સમયમાં તેને અન્ય Google પ્રોડક્ટ્સમાં પણ એકીકૃત કરવામાં આવશે. આમાં જેમિની અને ગૂગલ સર્ચ પહેલા આવશે.

આ એક પ્રાયોગિક મોડલ હશે

એટલું જ નહીં, ગૂગલે જેમિની 2.0 ફ્લેશ લોન્ચ કરવાની પણ જાહેરાત કરી હતી, જે તમામ જેમિની યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. આ એક પ્રાયોગિક મોડલ હશે. આ સાથે કંપનીએ ડીપ રિસર્ચ ફીચર પણ લોન્ચ કર્યું છે.

વધુ વાંચો : 'ઘણા યુઝર્સ....', વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉન થવા અંગે કંપનીનું નિવેદન આવ્યું સામે

જટિલ વિષયો પર વધુ સારું રિસર્ચ કરવામાં આવશે

ડીપ રિસર્ચ ફીચર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરશે. તે અદ્યતન તર્ક અને લાંબા સંદર્ભનો ઉપયોગ કરીને શોધને સુધારશે. તે આજથી જ Gemini Advanced પર ઉપલબ્ધ થશે. તેની મદદથી ઘણા જટિલ વિષયો પર વધુ સારું રિસર્ચ કરવામાં આવશે અને તે બધા મુદ્દાઓને એક માણસના સ્થાને જોડીને એક સારો અહેવાલ તૈયાર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gemini 2.0 Flash Google Gemini 2.0 Launched Gemini Advanced
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ