બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Good opportunity for you, Class 10-12 pass out job in BSF for youth, know full details in one click

જોબ એલર્ટ / તમારા માટે સારી તક, ધોરણ 10-12 પાસ યુવાનો માટે BSFમાં બહાર પડી નોકરી, એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગત

Pravin Joshi

Last Updated: 05:53 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF એ 10 અને 12 પાસ યુવાનો માટે 247 ખાલી હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિકની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

  • ઈન્ડિયન આર્મીમાં જોડાવા ઈચ્છો છો તો તમારા માટે સારી તક
  • BSF એ 10 અને 12 પાસ યુવાનો માટે નોકરી બહાર પાડી
  • BSF માં 247 જગ્યાઓ માટે નોકરી બહાર પાડવામાં આવી

ભારતીય સેનામાં જોડાવું એ ઘણા યુવાનોનું સપનું હોય છે. જો તમે પણ ઈન્ડિયન આર્મીમાં જોડાવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF એ 10 અને 12 પાસ યુવાનો માટે 247 ખાલી હેડ કોન્સ્ટેબલ રેડિયો ઓપરેટર હેડ કોન્સ્ટેબલ રેડિયો મિકેનિકની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

વય મર્યાદા 18-25 વર્ષ નક્કી કરવામાં આવી

આ માટે વય મર્યાદા 18-25 વર્ષ નક્કી કરવામાં આવી છે. વિભાગે આ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા યુવાનો વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેના વિશે વધુ માહિતી મેળવી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ મે 12, 2023 છે. BSF ભરતી માટે 12મું ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત સાથે પાસ હોવું આવશ્યક છે. તે જ સમયે, 10મી સાથે ITIનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

ઓનલાઈન અરજીઓ 22 એપ્રિલ, 2023થી શરૂ થશે

આ ભરતી સંબંધિત મહત્વની માહિતી જેવી કે ફી, જાહેરાત, અરજી પ્રક્રિયા, છેલ્લી તારીખ, પરીક્ષા સહિતની તમામ માહિતી વિભાગની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જે યુવાનો કેન્દ્ર સરકારની નોકરી મેળવવા ઈચ્છે છે તે આ માટે અરજી કરી શકે છે. આ જગ્યા માટે ઓનલાઈન અરજીઓ 22 એપ્રિલ, 2023થી શરૂ થશે. આ માટે તમે વિભાગની સત્તાવાર વેબસાઇટ https://bsf.gov.in/ પર ક્લિક કરીને જોઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ