બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Mini Countryman C ની રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર, શરુ થયું પ્રી-બુકિંગ
Last Updated: 12:39 AM, 23 April 2026
Mini Countryman C માટે પ્રી-બુકિંગ શરૂ થયું છે. જેમાં મોટી વાત એ છે કે, આ SUV સ્થાનિક રીતે બનાવવામાં આવશે તેની કિંમત ઓછી રહેશે. કન્ટ્રીમેન C એક સ્ટાઇલિશ SUV છે જે મીનીના સિગ્નેચર ડ્રાઇવિંગ એક્સપીરિયન્સ અને રોજની ઉપયોગિતાનું એક શાનદાર પેકેજ આપે કરે છે. આ SUV BMW X1 જેવા જ FWD પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. ચાલો તેના વિશે વધુ જાણીએ.
ADVERTISEMENT
મીની ઇન્ડિયાએ દેશભરમાં તેના ડીલરશીપ દ્વારા નવી કન્ટ્રીમેન C માટે પ્રી-બુકિંગ ઓપન કરી છે. જેમાં રસ ધરાવતા ખરીદદારો બુક કરવા માટે તેમના નજીકના શોરૂમની મુલાકાત લઈ શકે છે કે સંપર્ક કરી શકે છે. આ મોડેલ BMW ગ્રુપના ચેન્નઈ પ્લાન્ટમાં એસેમ્બલ કરવામાં આવશે જે તેની કિંમત સંપૂર્ણ રીતે આયાતી મોડેલો કરતા ઓછી હશે.

ADVERTISEMENT
બ્રાન્ડના પેટ્રોલ-બેસ્ડ વાહનોની ભારતીય લાઇનઅપમાં કન્ટ્રીમેન C વધુ સુલભ ઓપ્શન હશે. તે પર્ફોમન્સ ફોકસ્ડ મીની JCW કન્ટ્રીમેન All4 ની નીચે હશે જ્યારે કન્ટ્રીમેન E અને SE All4 ની સાથે ઇલેક્ટ્રિક રેન્જને સપોર્ટ કરશે. તેનાથી ખાતરી થાય છે કે મીની હવે ભારતીય ખરીદદારો માટે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક ઓપ્શનનું મોટું મિક્સ ઓફર કરે છે.
આ કાર ડિઝાઇનની દ્રષ્ટિએ નવી કન્ટ્રીમેન C મીનીની સ્ટાઇલને જાળવી રાખે તેવી શક્યતા છે, જેમાં રાઉન્ડ શેપ અને અમુક રગ્ડ એલિમેન્ટ્સ સાથે મોર્ડન લુક છે. આ SUV અગાઉના મોડેલો કરતાં વધુ જગ્યા અને આરામ આપે છે, જે તેને શહેરના ઉપયોગ અને લાંબી મુસાફરી બંને માટે યોગ્ય બનાવે છે. રાઉન્ડ શેપ ડિઝાઇન એલિમેન્ટ અને ડ્યુઅલ-કલર થીમ સાથે તે 9.4-ઇંચ રાઉન્ડ OLED ટચસ્ક્રીન, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ, હેડ-અપ ડિસ્પ્લે, હર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા અને મલ્ટીપલ એરબેગ્સ પણ ઓફર કરી શકે છે.
ADVERTISEMENT
આ SUVના સંપૂર્ણ સ્પેસીફીકેશનની હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. પણ અહેવાલો મુજબ કન્ટ્રીમેન C ટર્બો-પેટ્રોલ એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ઓફર કરવામાં આવી શકે છે. તે BMW X1 પર બેસ્ડ હોઈ શકે છે અને 1.5-લિટર એન્જિન ઓફર કરી શકે છે. પણ ચોક્કસ પરફોર્મન્સના આંકડા માત્ર લોન્ચ સમયે જ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.