બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / good news for farmers modi govt gives rs 2000 at 3 installment and 3k per month know how

આનંદો / હવે ખેડૂતોને મળશે ડબલ ફાયદો, વર્ષે 6000 રૂપિયા સિવાય મળશે અન્ય 3000 રૂપિયા પણ, કરી લો આ 1 કામ

Last Updated: 08:37 AM, 22 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન યોજનાના ખાતાધારકોને હવેથી વર્ષે 6000 રૂપિયા સિવાય દર મહિને 3000 રૂપિયા પણ આપવામાં આવશે. આ માટે તેઓએ કિસાન માનધન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

  • પીએમ કિસાન યોજનાના ખાતાધારકોને થશે મોટો લાભ
  • વર્ષે 6000 રૂપિયા સિવાય દર મહિને 3000 રૂપિયા પણ આપવામાં આવશે
  • કિસાનોએ કિસાન માનધન યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

જો તમે પીએમ કિસાન યોજનામાં લાભ લઈ રહ્યા છો તો હવે તમને તમારા ખાતામાં વર્ષે 6000 રૂપિયાની સાથે દર મહિને 3000 રૂપિયા પણ આપવામાં આવશે. આ માટે તમારે PM Kisan Mandhan Schemeમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમાં કોઈ કાગળની કાર્યવાહી નથી. આ પેન્શન યોજના માટે અંશદાન પણ સમ્માન નિધિના આધારે આવતી સરકારી મદદમાંથી કપાશે.  

અહીંથી મળશે તમામ જાણકારી
જો તમે  PM Kisan અને PM Kisan Mandhan Schemeમાં રજિસ્ટ્રેશન કરાવો છો કો આ ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા ખાતામાં મળે છે. આ સાથે હપ્તાની સાથે 60 વર્ષથી વધારે ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે. પીએમ કિસાન સમ્માન નિધિની વેબસાઈટ  www.pmkisan.gov.in પર તેના ખાસ ફીચર્સની જાણકારી અપાઈ છે.  
 


જાણો બંને યોજનાઓ વિશે 
PM Kisan Scheme 

કેન્દ્ર સરકારની આ સ્કીમની શરૂઆત પીએમ મોદીએ કરી હતી. ખેડૂતો સાથેની આ સ્કીમમાં તેમને લાભ આપવાની સરકારની કોશિશ રહેશે.  આ યોજનાના આઘારે સરકાર ગરીબ ખેડૂતોને વર્ષમાં 3 વાર નાણાંકીય મદદ કરે છે. પીએમ કિસાન સમ્માન નિધિમાં 3 હપ્તામાં ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે. પીએમ કિસાનમાં ખાતા હોવાના અનેક લાભ પણ છે.  

PM Kisan Mandhan Scheme 
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજના 60 વર્ષથી ઉપરના ખેડૂતોને પેન્શનની સુવિધા આપે છે. તેમાં 18-40 વર્ષનો ખેડૂત ભાગ લઈ શકે છે. તેને ઉંમરના આધારે મહિને પેન્શન રૂપિયા 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા આપવામાં આવે છે. આ માટે પ્રીમિયમ 55  રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું હોય છે. તે સબ્સ્ક્રાઈબર્સ પર આધાર રાખે છે.  
 


કેવી રીતે મળશે તેનો લાભ
પીએમ કિસાનના આઘારે ગરીબ ખેડૂતોને દર વર્ષે 2000 રૂપિયાની રકમ 3 હપ્તામાં મળી રહી છે. આ સાથે પેન્શન સ્કીમ પીએમ કિસાન માનધનમાં ભાગ લે છે તો એક તો રજિસ્ટ્રેશન સરળતાથી થાય છે અને અન્ય વિકલ્પમાં પેન્શન સ્કીમમાં દર મહિને કપાતી રકમ પણ 3 સરકારી હપ્તામાંથી કપાઈ જાય છે.તેઓએ પ્રીમિયમના રૂપમાં 55-200 રૂપિયાની રકમ જમા કરવાની રહે છે.  આ રીતે વધુમાં વધુ વર્ષે 2400 રૂપિયાનું અને મિનિમમ 660 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડે છે. 6000 રૂપિયામાંથી વધારેમાં વધારે 2400 રૂપિયા કપાય તો પણ સમ્માન નિધિના 3600 રૂપિયા ખાતામાં બચશે. તો 60ની ઉંમર બાદ તમને 3000 રૂપિયા મહિનાનું પેન્શનનો લાભ મળશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Business News Installment Pm Mandhan yojana pm kisan scheme ખેડૂતો પીએમ કિસાન યોજના પીએમ માનધન યોજના ફાયદો રૂપિયા PM Kisan Scheme
Bhushita
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ