બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વેપારીઓને ઝંઝટમાંથી મુક્તી
વેપારની સાથે લાઇસન્સ રિન્યૂ કરવુ તે વેપારીઓ માટે મોટી માથાકુટ બની જતી હોય છે. પણ હવે તે ઝંઝટમાંથી ભારત સરકાર વેપારીઓને મુક્ત કરવા જઈ રહી છે. મોદી સરકારે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધાર અંતર્ગત 15 રાજ્યોને મોટી છૂટ આપી છે. એનો મતલબ કે વેપારીઓને દર વર્ષે હવે લાઇસન્સ રિન્યુ કરવાની જરુર નહીં પડે.
ADVERTISEMENT
વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની તકલીફ નહી પડે
ફાઈનાન્સ મિનિસ્ટરે જણાવ્યું છે કે, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસનાં સુધારાને પૂરા કરવાનો આદેશ આપ્યો છે. ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ તરફથી તેને લીલી ઝંડી મળ્યા બાદ આ રાજ્યોને ઓપન માર્કેટમાંથી વધારાની લોન મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. તે પહેલા આંધ્ર પ્રદેશ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ અને તેલંગણાએ પણ સુધારાને પૂરા કરવાની સૂચના આપી દીધી છે. જેનો મતલબ એ થાય છે કે તેમને વારંવાર લાઇસન્સ રિન્યૂ કરવાની તકલીફ હવે નહીં વેઠવી પડે. સુધારા અંતર્ગત દર વર્ષે રિન્યુઅલ પ્રણાલીને ખતમ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
15 રાજ્યોને છૂટ અપાઈ
જે 15 રાજ્યોને લાઇસન્સ સિસ્ટમમાંથી છૂટ આપવામાં આવી છે તે 15 રાજ્યોને વધુ લાભ મળશે. વધારાની લોન વધારવા માટે મોદી સરકારે તમામ રાજ્યોને 38,088 કરોડ રૂપિયા આપ્યા છે. કોરોનાકાળમાં રાજ્યોને આ રજૂઆત કરવામાં આવી હતી. તે ઉપરાંત ઈઓડીબી સુધાર પ્રક્રિયા પૂરી કરવાવાળા રાજ્યોને કોમ્પ્યુટરાઇઝ્ડ સેન્ટ્રલ આશ્ચર્ય નિરીક્ષણ સિસ્ટમ લાગુ કરવુ પડશે. નિયમો અંતર્ગત ત્યાં નિરીક્ષકોની હાજરી કેન્દ્રિય રુપથી હોય છે. કોઈ પણ પ્રકારન તપાસ પહેલા વેપારીઓને સૂચના આપવામાં આવશે અને નિરીક્ષણનાં 48 કલાક અંદર રિપોર્ટ અપલોડ કરવો પડશે. જેથી વેપારીઓની સાથે સંબંધિત વિભાગની પણ ઘણી મુશ્કેલીઓ સરળ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.