ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold silver price today 2 march gold price

કોમોડિટી / લગ્ન-પ્રંસગ માટે સોનું ખરીદવાનું વિચારતા હોય તો હમણા માંડી વાળજો, જાણો કારણ અને આજનો લૅટેસ્ટ ભાવ

Published By: Kavan

Last Updated: 02:36 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન (RUSSIA-UKRAINE CRISIS) વચ્ચે વધી રહેલા સંકટ વચ્ચે આજે શેરબજારમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

  • સોના-ચાંદીના ભાવમાં ફરી ઉછાળો
  • યુક્રેન-રશિયાના યુદ્ધની જોવા મળી અસર
  • જાણો કેટલા રૂપિયાનો થયો વધારો 

રશિયા-યુક્રેન વિવાદની અસર સોના-ચાંદીના ભાવમાં વધી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોનાનો એપ્રિલ વાયદો 2.20 ટકા એટલે કે રૂ. 1,115ના વધારા સાથે રૂ. 51,876 પર ટ્રેડ કરી રહ્યો છે. 

તો આ તરફ, ચાંદીનો માર્ચ વાયદો 3.79 ટકા એટલે કે રૂ. 2,499ના વધારા સાથે રૂ. 68,450 પર ટ્રેડ કરી રહ્યો છે. હકીકતમાં, છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું એપ્રિલ વાયદો રૂ. 50,760 અને ચાંદીનો માર્ચ વાયદો રૂ. 65,901 પર બંધ રહ્યો હતો.

gold rate today gold prices up silver also gain know prices

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ શું છે

રોઇટર્સના જણાવ્યા અનુસાર, બુધવારે પ્રારંભિક એશિયન ટ્રેડિંગ દરમિયાન સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ખરેખર, ડૉલરમાં તેજી આવી છે અને સેફ-હેવનની માંગને વટાવી ગઈ છે જેણે રશિયા-યુક્રેન સંઘર્ષને વેગ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર પર નજર કરીએ તો સોનું 0.4 ટકા ઘટીને 1,935.38 ડોલર પ્રતિ ઔંસ થયું છે. દરમિયાન, યુએસ ગોલ્ડ ફ્યુચર પણ 0.4 ટકા ઘટીને $1,936.50 થયો હતો.

ઉલ્લેખનીય છે કે, રિપોર્ટ પ્રમાણે, ડોલર ઈન્ડેક્ષ મંગળવારે 20 મહિનાના ઉચ્ચ સ્તરની નજીક રહ્યો, જેનાથી અન્ય મુદ્રાઓના ધારકો માટે સોનાનું આકર્ષણ ઘટ્યું. આ સિવાય ચાંદીના ભાવમાં 25.15 ડોલર પ્રતિ ઓંસ પર આવ્યા. 

53 હજાર સુધી જઈ શકે છે સોનાનો ભાવ 

બજાર નિષ્ણાંતોનું કહેવું છે કે વૈશ્વિક ઈક્વિટી બજારમાં વેચાણા પણ સોનાની કિંમતો માટે મદદગાર છે કારણ કે ઈક્વિટીથી સોનામાં પોર્ટફોલિયો ડાઈવર્સિફિકેશનથી પીળી ધાતુનો સપોર્ટ મળશે. એમસીએક્સ પર સોનાના ભાવ 52,500 રૂપિયાથી 53,000ના સ્તર સુધી જઈ શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું કરેક્શનની સાથે આવતા ત્રણ-ચાર મહિનામાં 2000 ડોલરના સ્તર સુધી પહોંતી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Russia-Ukraine crisis gold and silver price today gold and silver price today

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ