બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / gold rate hike in Ahmedabad

રેકોર્ડબ્રેક / સોનાના ભાવમાં ભડકો: પહેલીવાર વટાવી રૂા. 50000ની સપાટી, હજુ ભાવ વધવાની વકી

Gayatri

Last Updated: 09:37 AM, 25 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવે પહેલીવાર 50000ની સપાટી વટાવી છે. ગઈ કાલે 10 ગ્રામ સોનાના ભાવ 50,400 પર પહોંચ્યો હતો. હજુ આ ભાવ વધવાની ટ્રેડર્સોની વકી છે.

  • આગામી મહિનાઓમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે
  • લોકડાઉન પહેલા જ સોનાના દાગીનાની માગને ફટકો પડ્યો 
  • મંદીની સ્થિતિને જોતાં ઘણી સેન્ટ્રલ બેંકોએ સોનામાં ભારે રોકાણ કર્યું

બુધવારે અમદાવાદના બજારમાં સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ રહી. 10 ગ્રામ સોનાનો ભાવ 50,400 રૂપિયા હતો તે પણ 3 ટકા GST સાથે. મંગળવારે સોનાનો ભાવ 49,800 રૂપિયા હતો જેમાં 600 રૂપિયાનો વધારો નોંધાયો હતો. અહીં પહેલીવાર સોનાના ભાવે 50,000 રૂપિયાની સપાટી વટાવી છે. નિષ્ણાતોના મતે, કોરોના વાયરસ મહામારીના કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે અને વૈશ્વિક મંદીની વધતી ચિંતા વચ્ચે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત છે. આ જ કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.

મંદીની સ્થિતિને જોતાં ઘણી સેન્ટ્રલ બેંકોએ સોનામાં ભારે રોકાણ કર્યું

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશન (IBJA)ના અધિકારીઓનું કહેવું છે કે, સોનામાં રોકાણ સુરક્ષિત મનાતું હોવાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ વધ્યા છે. પ્રતિ આઉન્સ (લગભગ અઢી તોલા) સોનાનો ભાવ 1,780 ડોલરે પહોંચ્યો છે. મંદીની સ્થિતિને જોતાં ઘણી સેન્ટ્રલ બેંકોએ સોનામાં ભારે રોકાણ કર્યું છે, પરિણામે ભાવ ઊંચા ગયા છે.”

આગામી મહિનાઓમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે

આગામી મહિનાઓમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. “HNI (હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ)નું ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF)માં તરલ રોકાણ છે. જો કે, બુલિયન અથવા જ્વેલરીની માગ તો ઓછી જ છે. ઓછામાં ઓછા બે મહિના સુધી તો ગ્રાહકો દ્વારા થતી સોનાની માગ વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી કારણકે ઊંચી કિંમત લોકોને પરવડે તેમ નથી. 

લોકડાઉન પહેલા જ સોનાના દાગીનાની માગને ફટકો પડ્યો 

નિષ્ણાતોના મતે, ઊંચી કિંમત અને લોકડાઉનમાં લોકોની આવક ઘટતાં જ્વેલરીની માગમાં તો ઘટાડો આવ્યો જ છે. જ્વેલર્સ અસોસિએશન ઓફ અમદાવાદ (JAA)નું કહેવું છે કે,  સોના પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી અને વધતી કિંમતના કારણે લોકડાઉન પહેલા જ સોનાના દાગીનાની માગને ફટકો પડ્યો હતો. હવે લોકડાઉન પછી લોકોની આવકમાં ખાસ વધારો થયો નથી અને બિઝનેસ રેવન્યૂ ઘટી રહી છે એવામાં માગ હજુ નીચે જઈ શકે છે. સોનું લક્ઝરી કોમોડિટી હોવાથી દાગીના ખરીદવા છેલ્લી પસંદ હોઈ શકે છે.”

સોનાના ઊંચા ભાવ આ સેક્ટરની રોજગારી પર અસર પાડી શકે છે

જ્વેલર્સના માલિકોનું પણ કહેવું છે કે દુકાનોમાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. વેપારીઓના મતે, સોનાના ઊંચા ભાવ આ સેક્ટરની રોજગારી પર અસર પાડી શકે છે. નામ ન આપવાની શરતે એક સોની વેપારીએ કહ્યું, “મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં કામ કરતાં મોટાભાગના કારીગરો પરપ્રાંતિયો છે અને તેઓ હજી પરત આવ્યા નથી. કેટલાકને પરત નહીં બોલાવાય કારણકે હાલ માર્કેટમાં કામ જ નથી.”

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad today gold rate અમદાવાદ સોનાના ભાવ Gold Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ