ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold price likely to cross rs 52000 per 10 gm in 2022 year

કોમોડિટી / હેં! 52,000 પહોંચી જશે સોનાનો ભાવ? લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવાનું વિચારતા હોય તો ઉતાવળ રાખજો

Published By: Kavan

Last Updated: 03:48 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષમાં એટલે કે 2022માં, સોનું રોકાણકારો માટે વળતરની દ્રષ્ટિએ ઉત્તમ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે મહામારીનો ભય, ફુગાવાની ચિંતા,રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ અને મજબૂત યુએસ ડોલરના કારણે 2022માં સોનાના ભાવ 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી ઉપર જઈ શકે છે.

ADVERTISEMENT

  • સોનાના ખરીદી કરવાનું વિચારતા લોકો માટે મોટા સમાચાર
  • 52,000ને પાર પહોંચી શકે છે સોનાનો ભાવ
  • યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના ભણકારાની પડી શકે અસર

આ સિવાય, મહામારી બાદ, વિશ્વના ઘણા દેશોમાં મોંઘવારીમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનામાં તેજી જોવા મળી શકે છે. MCX પર ભાવ આગામી 2 મહિનામાં 52,400નું સ્તર બતાવી શકે છે.

સોનામાં ફરી એકવાર તેજી જોવા મળી હતી

ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે એટલે કે 18 ફેબ્રુઆરીએ ફરી એકવાર સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે ત્યારબાદ પણ સોનાની કિંમત 50,000 રૂપિયાની ઉપર જ રહી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, આજે એપ્રિલમાં ડિલિવરી માટે સોનાની કિંમત 50,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે.

જાણો શું કહે છે નિષ્ણાતો

કોમોડિટી નિષ્ણાંતનું માનવું છે કે, રશિયા-યુક્રેન વિવાદમાં ચાલી રહેલા જિયોપોલિટિકલ તણાવને કારણે સુરક્ષિત રોકાણ માટે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, કોરોના મહામારીના આફ્ટરશોકને કારણે વિશ્વના ઘણા ભાગોમાં મોંઘવારીમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.

કોમેક્સ (Comex) પર સોનું 1,900 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી રહ્યું છે. કોમેક્સ ગોલ્ડના ભાવ વાર્ષિક ધોરણે 3.6 ટકા વધ્યા છે. અગાઉ 2020 માં, સોનાએ 2,100 ડોલર પ્રતિ ઔંસથી વધુની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી.

મિસ કોલ કરીને જાણો સોનાના ભાવ 

તમને જણાવી દઇએ કે તમે સોનાના ભાવ આસાનીથી ઘરે બેઠા જાણી શકો છો. તેના માટે તમારે  8955664433 નંબર પર મિસકોલ કરવાનો રહેશે. ફોન પર મસેજ આવી જશે અને તેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold Price business gold and silver price today સોના-ચાંદીના ભાવ gold and silver price today

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ