બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / gold hallmarking rule change from today on 15 june 2021 know about it in details

તમારા કામનું / આજથી બદલાઈ ગયા સોનાના ઘરેણા સાથે જોડાયેલા નિયમો, તમે પણ જાણી લો નહીંતર જવુ પડશે જેલ

Dharmishtha

Last Updated: 07:22 AM, 15 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી એટલે કે 15 જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

  • 15 જૂનથી આ નિયમ તમામ જ્વેલર્સ માટે ફરજિયાત
  • કેન્દ્ર સરકારે સોનાની જ્વેલરી પર ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કર્યુ
  • જો નિયમોનું પાલન ન થયું તો થશે જેલ 

કેન્દ્ર સરકારે સોનાની જ્વેલરી પર ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કર્યુ

જો તમે સોનાની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તમારા માટે જરૂરી છે આ સમાચાર. આજથી એટલે કે 15 જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેવામાં જો તમે ખરીદી કરવા જઈ રહ્યા છો તો તેની પહેલા નિયમો જાણી લેવા જરુરી છે.  કેન્દ્ર સરકારે સોનાની જ્વેલરી પર ગોલ્ડ હોલમાર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. 15 જૂનથી તમામ જ્વેલર્સ માટે અનિવાર્ય છે કે તે ફક્ત બીઆઈએસ પ્રમાણિક ઘરેણા વેચે.

15 જૂનથી આ નિયમ તમામ જ્વેલર્સ માટે ફરજિયાત 

ગોલ્ડ હોલમાર્કિંગને લઈને કેન્દ્ર સરકાર ગત દોઢ વર્ષથી આનું પ્લાનિંગ  કરી રહી છે. આ આદેશને આજથી સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવી રહ્યો છે. તેવામાં આ આદેશ પહેલાથી લાગૂ થઈ શકતો હતો. પરંતુ દેશમાં કોરોનાને કારણે તેને અમલમાં ન લાવી શક્યા. જાણો નવા નિયમ વિશે એ બધું જ જે તમે જાણવા માંગો છે.

શું છે હોલમાર્કિંગ

હોલમાર્કિંગ એ સરકારની ગેરેંટી છે. હોલમાર્કનો આધાર ભારતની એજન્સી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ કરે છે. હોલમાર્કિંગમાં કોઈ ઉત્પાદકને નક્કી માપદંડ પર પ્રમાણિત કરાય છે. ભારતમાં તે કામ માટે  BIS સંસ્થા છે. જે ગ્રાહકોને મળનારી ગુણવત્તાની તપાસ કરે છે. સોનાના સિક્કા કે ઘરેણા કોઈ પણ સોનાના આભૂષણ જે બીઆઈએસ દ્વારા હોલમાર્ક કરાયા છે તેની પર લોગો હોવો જરૂરી છે. તેનાથી ખ્યાલ આવે છે કે લાયસન્સ પ્રાપ્ત પ્રયોગશાળામાં તેની શુદ્ધતાની તપાસ કરાઈ છે.  

થઈ શકે છે જેલ

જો કોઈ પણ નિયમનું પાલન નહીં કરે  તો 1 લાખથી લઈને જ્વેલરીના ભાવના 5 ગણા સુધીનો દંડ કરવામાં આવશે. બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 હેઠળ સજા થઈ શકે છે. જ્વેલર્સને દગાખોરીની સાથે 1 વર્ષની કેદની સજા પણ થઈ શકે છે. તપાસ માટે સરકારે BIS-Care નામથી એપ લોન્ચ કર્યું છે. તેનાથી એપ પર જ શુદ્ધતાની તપાસ અને ફરિયાદ કરી શકાશે.

ગ્રાહકોને હોલમાર્કિંગમાં મળશે આ જાણકારી

દેશમાં હોલમાર્કિંગ લાગૂ કરવાની તારીખને વધારી દેવામાં આવી છે. પહેલા આ નિયમ જાન્યુઆરી 2021માં લાગૂ થવાનો હતો. આ પછી કોરોનાના કારણે તેને 1 જૂન સુધી વધારાયો અને હવે તેને 15 જૂન સુધી વધારી દેવાયો છે. હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે. 

કેટલા ગોલ્ટ રેટની થશે હોલમાર્કિંગ?

ઉલ્લેખનીય છે કે હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી પર હોલમાર્કિંગ કરવામાં આવશે.

ઘરમાં પડેલા સોનાનું શું થશે?

હોલમાર્કિંગ લાગૂ થયા બાદ ઘર કે લોકરમાં પડેલા જૂના ઘરેણાનું શું થશે તે એક પ્રશ્ન છે. તમે કોઈ પણ હોલમાર્કિંગ સેન્ટર પર અથવા ઘરેણા વેચનારને ત્યાં જઈને તમારા જૂના ઘરેણાનું હોલમાર્કિંગ કરાવી શકો છો. જૂના ઘરેણાનું મુલ્ય વધારે રહેશે.  બીજું કે હોલમાર્કિંગનો આ નિયમ સોનાના દાગીના વેચનાર જ્વેલર્સ માટે લાગૂ કરવામાં આવ્યો છે.  ગ્રાહક હોલમાર્ક વગર વેચી શકે છે.

શું થશે આ નિયમનો ફાયદો?

સરકારના આ પગલાથી સોનાની શુદ્ધતાનું પ્રમાણ સરળતાથી આપી શકાશે. તેનું પ્રમાણ હોવાથી હોન્ડક્રાફ્ટ ગોલ્ડ માર્કેટને પ્રોત્સાહન મળશે. આ સાથે જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો પણ વિસ્તાર થશે. વર્તમાનમાં દેશભરના 234 જિલ્લા 892 હોલમાર્કિંગ કેન્દ્ર સંચાલિત છે જે 28, 849 બીઆઈએસ રજિસ્ટર્ડ જ્વેલર્સ માટે હોલમાર્કિંહ કરે છે. જો કે આ સંખ્યામાં વધારો થવાની આશા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gold Rule gold hallmarking નિયમ સોનું હોલમાર્ક Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ