બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / gold and Sensex For the last 15 years, both are very interested, what is the best to invest in know

રોકાણકારો જાણી લો / ક્યારેક ગોલ્ડ તો ક્યારેક સેન્સેક્સનો દબદબો: છેલ્લાં 15 વર્ષથી બંનેમાં ભારે રસાકસી, આખરે શેમાં રોકાણ કરવું સૌથી બેસ્ટ? જાણો

Megha

Last Updated: 10:06 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોલ્ડ અને શેર બંનેમાં રોકાણ વધી રહ્યું છે અને રોકાણકારોને મજબૂત વળતર મળી રહ્યું છે. એવામાં ચાલો જાણીએ કે સોનામાં કે પછી શેરબજારમાં શેમાં રોકાણ કરવું એ નફાકારક સોદો છે?

  • ગોલ્ડ અને શેર બંનેમાં રોકાણ સતત વધી રહ્યું છે
  • રોકાણકારોને આ બંનેમાંથી મજબૂત વળતર મળી રહ્યું છે
  • સોનામાં કે પછી શેરબજારમાં રોકાણ કરવું એ નફાકારક સોદો છે? 

ગોલ્ડ અને શેર બંનેમાં રોકાણ સતત વધી રહ્યું છે અને તેની સાથે રોકાણકારોને આ બંનેમાંથી મજબૂત વળતર મળી રહ્યું છે. જો કે વાર્ષિક ધોરણે બંનેના વળતરમાં વધઘટ જોવા મળે છે, પરંતુ છેલ્લા 15 વર્ષના ડેટા પર નજર કરીએ તો, સોના અને શેર બંનેએ તેમના રોકાણકારોને લગભગ 500 ટકા નફો આપવાનું કામ કર્યું છે. એવામાં ચાલો જાણીએ કે સોનામાં રોકાણ કરવું વધુ સારું છે કે પછી શેરબજારમાં રોકાણ કરવું એ નફાકારક સોદો છે? 

સૌથી પહેલા વાત કરીએ ગોલ્ડ અને સેન્સેક્સમાંથી મળેલા રિટર્નની, તો જણાવી દઈએ કે છેલ્લા 17 વર્ષમાં બંનેએ પોતાના રોકાણકારોને 500 ટકા સુધીનો નફો આપ્યો છે. વર્ષ 2006માં જ્યાં સોનાની કિંમત 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી ત્યાં સેન્સેક્સ પણ આ આંકડા પર કારોબાર કરી રહ્યો હતો. પછી તે વધતો રહ્યો અને હવે જ્યાં સોનાનો ભાવ રૂ. 61,500ના સ્તરે પહોંચી ગયો છે, ત્યાં સેન્સેક્સ પણ 63,000ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે બંને આ સમયગાળા દરમિયાન 60,000ને પાર કરી ગયા છે. 

17 વર્ષમાં ગોલ્ડ અને સેન્સેક્સની સફર

આ આંકડાઓ જોઈને જે વાત સામે આવ્યું એ મુજબ 2006 પછી જ્યાં સેન્સેક્સમાં તીવ્ર ફેરફારો અને ઉતાર-ચઢાવ જોવા મળ્યા, ત્યાં સોનાના ભાવ સતત વધતા અને ઘટતા રહ્યા. જોકે હવે બંનેનું સ્તર લગભગ સરખું છે. આ કિસ્સામાં રોકાણના દૃષ્ટિકોણથી જો કોઈ રોકાણકારે બંનેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આ સમયગાળામાં તે લગભગ 5 લાખ રૂપિયા કે તેથી વધુ થઈ ગયું હોત. 

છેલ્લા 10 વર્ષમાં સોના અને સેન્સેક્સમાંથી વળતરની દ્રષ્ટિએ સેન્સેક્સ ચોક્કસપણે વધુ સારો રહ્યો છે.

સેન્સેક્સ અને સોનામાં રોકાણ વચ્ચેનો તફાવત 
એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સેન્સેક્સ અને સોનામાં રોકાણમાં શું તફાવત છે અને કયું વધુ જોખમી છે. જણાવી દઈએ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ દેશની મોટી કંપનીઓ લિસ્ટેડ છે. આ 30 શેરોનો ઇન્ડેક્સ છે, જે દરેક ટ્રેડિંગ દિવસે અપડેટ થાય છે. શેરમાં રોકાણ કરવામાં સામેલ જોખમ ઊંચું હોય છે કારણ કે જો કોઈ શેર તેજી પકડે તો રોકાણકારોના નાણાં એક ક્ષણમાં બમણા-ત્રણ ગણા વધી જાય છે, જ્યારે શેર તૂટે છે તો તેમનું રોકાણ પણ તે જ ગતિએ ઘટે છે. 

બીજી બાજુ સોનાને પરંપરાગત રીતે રોકાણનું શ્રેષ્ઠ અને સલામત સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત વિશ્વમાં સોનાનો સૌથી મોટો ગ્રાહક છે. દેશમાં સોના વિશેની માન્યતાઓ પણ આ વપરાશમાં મોટો ફાળો ધરાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ