ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / go first airline special discount for fully vaccinated passenger

જલ્દી કરો! / વેક્સિનના બંન્ને ડોઝ લીધા હોય તેમના માટે ખુશખબર, મોટા ડિસ્કાઉન્ટ સાથે વિમાનમાં ફરવાનો મોકો, જાણો પ્રોસેસ

Published By: Kavan

Last Updated: 07:29 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ વારંવાર ફ્લાઇટમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. પરંતુ આ સમાચારમાં દર્શાવેલ ડિસ્કાઉન્ટ લેવા માટે તમારી કોરોના વેક્સીનના બંને ડોઝ લેવા જરૂરી છે.

ADVERTISEMENT

  • વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેમના માટે ખુશખબર
  • મોટા ડિસ્કાઉન્ટ સાથે વિમાનમાં ફરવાનો મોકો
  • પ્રવાસીને ટિકિટ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે GoFirst

જો આવું થાય છે, તો તમને મૂળ ભાડામાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તો જે લોકોનું વિમાન બેસવાનું સપનું છે તેવા લોકોનું પણ સપનું સાકાર થશે.

મૂળ ભાડા પર 20% છૂટ

GoFirst એરલાઈને વેબસાઈટ પર આપેલી માહિતીમાં લખ્યું છે કે, 'રસીકરણ બમણું કરો અને GoFirst સાથે ડબલ લાભ મેળવો! GoFirst GOVACCI રજૂ કરે છે જે અંતર્ગત જે લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે તેઓને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર 20% ડિસ્કાઉન્ટ મળશે.

Image

ઈન્ડિગોએ પણ ઓફર કરી હતી

આપને જણાવી દઈએ કે પહેલા કોરોના સંક્રમણ બાદ RT-PCR નો નેગેટિવ રિપોર્ટ દર્શાવ્યા બાદ જ હવાઈ મુસાફરીની મંજૂરી આપવામાં આવી હતી. હવે જ્યારે સરકાર રસીકરણ માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે, ત્યારે એરલાઇન કંપનીઓ પણ મુસાફરોને ખાસ ઑફર આપી રહી છે. આ ઑફર્સનો હેતુ લોકોને રસીકરણ અંગે પણ જાગૃત કરવાનો છે. થોડા સમય પહેલા ઈન્ડિગોએ પણ પેસેન્જરોને આવી જ ઓફર કરી હતી.

ઑફર મેળવવા માટે આ પગલાં અનુસરો

  • સૌથી પહેલા તમે GoAirની વેબસાઈટ પર જાઓ.
  • આ દરમિયાન, ટિકિટ બુક કરતી વખતે, આગમન અને પ્રસ્થાનની વિગતો દાખલ કરો.
  • હવે જમણી બાજુએ આપેલ વેક્સી ફેર વિકલ્પ પસંદ કરો.
  • તે પછી GOVACCI ટાઈપ કરીને સબમિટ કરો.
  • ત્યારબાદ, જમણી બાજુ 'વેક્સી ઑફર' દેખાશે, અહીં તમને બુકિંગ સંબંધિત માહિતી મળશે.
  • આ અરજી કર્યા પછી, બુકિંગ પૂર્ણ થશે.

બુકિંગ નિયમો અને શરતો

  • આ ઓફર માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટના બેઝ ફેરમાં જ લાગુ થશે.
  • તમે બુકિંગની તારીખથી 15 દિવસ પછીની મુસાફરી પર આ ઑફરનો લાભ લઈ શકો છો.
  • આ ઑફર હેઠળ, તમે 31 જાન્યુઆરી, 2022 સુધી ટિકિટ બુક કરાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

COVID-19 flight offers fully vaccinated passenger કોરોના વેક્સીન ડૉમેસ્ટિક ફ્લાઇટ go first

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ