ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / global agency s p cuts indian gdp growth rate but says recession impact not be in india

અર્થવ્યવસ્થા / S&P ઘટાડ્યો ભારતનો GDP અંદાજ, પણ કહ્યું- મંદી ભારતને અસર કરશે નહીં

Published By: MayurN

Last Updated: 04:53 PM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશી એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. પરંતુ મંદીની ભારતીય અર્થવ્યવસ્થા પર ઓછી અસર પડશે.

ADVERTISEMENT

  • ભારતના વિકાસ દરના અંદાજમાં ઘટાડો 
  • S&P ગ્લોબલ રેટિંગ્સે દર ઘટાડીને 7 ટકા કહ્યો
  • નાણાકીય વર્ષ 2023 માટે જીડીપીના દર જણાવ્યા

વિદેશી એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. આ રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2023 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 30 બેસિસ પોઈન્ટથી ઘટાડીને 7 ટકા કર્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024 માટે જીડીપી દર 6 ટકા રાખવામાં આવ્યો છે. આ સાથે રેટિંગ એજન્સીએ કહ્યું કે સ્થાનિક માંગમાં વધારાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની ભારતીય અર્થવ્યવસ્થા પર ઓછી અસર પડશે.

વિત્ત મંત્રાલય આંકડા જાહેર કરશે
સપ્ટેમ્બરમાં S&P દ્વારા જાહેર કરવામાં આવેલા અંદાજમાં કહેવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થવ્યવસ્થા 7.3 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. તે જ સમયે, આગામી નાણાકીય વર્ષ 2023-24માં, આ દર 6.5 ટકા થઈ શકે છે. આંકડા મંત્રાલય 30 નવેમ્બરે સાંજે 5:30 વાગ્યે જુલાઈ-સપ્ટેમ્બર માટે જીડીપી ડેટા જાહેર કરવા જઈ રહ્યું છે.

ભારતમાં મંદીની અસર ઓછી જણાશે
S&P ગ્લોબલ રેટિંગ્સ એશિયા-પેસિફિકના ચીફ ઇકોનોમિસ્ટ લુઇસ કુઇજે જણાવ્યું હતું કે, “ભારતીય અર્થતંત્રમાં સારી માંગને કારણે વૈશ્વિક મંદીની અસર ઓછી થશે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7 ટકા રહી શકે છે, જે ગયા વર્ષે 6 ટકા રહેવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે અગાઉ રેટિંગ એજન્સી ફિચે કહ્યું હતું કે ભારતમાં વ્યાજ દર વધવા છતાં બેન્ક ક્રેડિટમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આના પરથી એવું લાગે છે કે ભારતમાં ધિરાણ વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષમાં લગભગ 13 ટકા રહી શકે છે, જે 2021-22માં 11.50 ટકા હતી. આ રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાની આગાહી કરી છે

અન્ય એન્જસી શું કહે છે ?
તે જ સમયે, અન્ય વૈશ્વિક એજન્સી ગોલ્ડમેન સૅક્સે પણ તાજેતરમાં આગામી નાણાકીય વર્ષ માટે ભારતના GDP અનુમાનને ઘટાડીને 5.9 ટકા કર્યો છે. ગોલ્ડમૅન સૅક્સે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) આ વર્ષે અંદાજિત 6.9% થી ઘટીને 2023 કેલેન્ડર વર્ષમાં 5.9% થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Economy GDP growth India recession s and p India GDP growth rate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ