બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / give favourite bhog of ganesh ji and get ganpati blessings ganesh bhog

ધર્મ / ભગવાન ગણેશને પ્રસન્ન કરવા મોદકની સાથે લગાવો આ વસ્તુઓનો ભોગ, દરેક દુખોથી મળશે છુટકારો

Arohi

Last Updated: 07:41 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌરીના પુત્ર ગણેશજીને પ્રસન્ન કરવા માટે તેમને મોદક ચઢાવવામાં આવે છે. તેમની મનગમતી વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવે તો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

  • ભગવાન ગણેશને ચઢાવો આ ભોગ 
  • દરેક મનોકામનાઓ થશે પુરી 
  • સાથે જ દરેક દૂખોમાંથી મળશે છુટકારો 

હિંદુ ધર્મમાં ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. જેથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ગણેશજીની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને તે ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશની કૃપાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે.

સાચા મનથી કરો ગણેશજીની પૂજા 
એવું માનવામાં આવે છે કે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ભોગમાં ગણેશજીને મોદક અર્પણ કરો. તેમજ પૂજામાં ધરો ચઢાવો. 

મોદક ઉપરાંત અન્ય કેટલીક વસ્તુઓ અર્પણ કરીને પણ ગણેશજીની કૃપા મેળવી શકાય છે. આવો જાણીએ મોદક સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ ચઢાવવામાં આવે છે જેના શુભ ફળ મળે છે.

લાડવા 
ભગવાન ગણેશને મોદક ઉપરાંત લાડવા પણ વધુ પસંદ છે. તેથી ગણપતિની પૂજા દરમિયાન તેમને લાડવા પણ અર્પણ કરી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ગણેશજીને લાડુ વધુ પ્રિય છે. લાડુમાં તેને ચણાના લોટના લાડુ વધુ પસંદ છે. તેથી પૂજાના સમયે ભગવાન ગણેશને ચણાના લોટના લાડુ પણ અર્પણ કરી શકાય છે.

ખીર 
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને ખીર પણ વધુ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે માતા પાર્વતી ખીર બનાવતા હતા ત્યારે ગણેશજીને ખીર પ્રિય હોવાના કારણે તે ખીરથી ભરેલો પ્યાલો પુરો ખાલી કરી દેતા હતા. એવામાં તમે પણ ભગવાન ગણેશજીને ખીરનો ભોગ લગાવી શકો છો. 

કેળા 
હિન્દુ ધર્મમાં કેળાને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. બધા દેવી-દેવતાઓને કેળા અર્પણ કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશજીને કેળા અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન ગણેશને પણ કેળા ખૂબ જ પસંદ છે. માટે ગણેશજીને પ્રસન્ન કરવા માટે કેળાનો પણ સમાવેશ કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ