બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Gita Press gets Gandhi shanti Award 2021 decision chaired by PM Modi

નિર્ણય / ગીતા પ્રેસને મળ્યો 2021નો ગાંધી શાંતિ પુરસ્કાર, PM મોદીની અધ્યક્ષતામાં નિર્ણય, CM યોગીએ આપ્યાં અભિનંદન

Kishor

Last Updated: 10:40 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વપ્રસિદ્ધ ગીતા પ્રેસને 2021નો  મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. આ વર્ષે જ 100 વર્ષ પૂર્ણ કર્યા છે.ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ગીતા પ્રેસને શુભકામનાઓ પાઠવી છે.

  • ગીતા પ્રેસને અપાશે મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ  ગીતા પ્રેસને શુભકામનાઓ પાઠવી
  • 80 કરોડથી વધુ પુસ્તકોનું પ્રકાશન

સનાતન સંસ્કૃતી પ્રચાર પ્રસાર માટે કાર્યરત અને દુનિયાભરમાં ધાર્મિક પુસ્તકોના પ્રકાશનના સૌથી મોટા કેન્દ્ર વિશ્વપ્રસિદ્ધ ગીતા પ્રેસને 2021નો મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. આ એવોર્ડ કોને આપવો તે નક્કી કરવાનું કામ એક કમિટી કરે છે જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગીતા પ્રેસને અહિંસક અને અન્ય ગાંધીવાદી વિચારોથી બદલાવની દિશામાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે  આ વર્ષે જ 100 વર્ષ પૂર્ણ કર્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ ગીતા પ્રેસને શુભકામનાઓ પાઠવી છે.

 એક કરોડ રૂપિયા અને પ્રસસ્તી પત્ર સહિત અનેક વસ્તુઓ અપાઈ છે
 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 125મી જયંતીના અવસર પર તેમણે આપેલા આદર્શોને શ્રદ્ધાંજલિ તરીકે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 1995 માં ભારત સરકારે દર વર્ષે આ એવોર્ડ આપવાનું નક્કી કર્યું હતું. રાષ્ટ્રીયતા, જાતિ, ભાષા, પંથ  અથવા લિંગ ભેદભાવ જોયા વગર ગાંધી શાંતિ પુરસ્કાર કોઈને પણ આપવામાં આવી શકે છે. આ પુરસ્કારમાં એક કરોડ રૂપિયા  અને પ્રસસ્તી પત્ર સહિત અનેક વસ્તુઓ આપવામાં આવે છે.

80 કરોડથી વધુ પુસ્તકોનું પ્રકાશન
 કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત ૧૮ જુને ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વ સંમતિથી ગીતા પ્રેસને વર્ષ 2021 નો આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ એવોર્ડના અગાઉના વિજેતાઓની વાત કરીએ તો રામકૃષ્ણ મિશન, ઈસરો, બાંગ્લાદેશની ગ્રામીણ બેંક, કન્યાકુમારી, વિવેકાનંદ કેન્દ્ર, અક્ષય પાત્ર, બેંગ્લોર, ભારત અને સુલભ ઇન્ટરનેશનલ, નવી દિલ્હી, એકલ અભિયાન ટ્રસ્ટ  જેવી સંસ્થાઓને નવાજવામાં આવી ચુક્યા છે. મહત્વનું ચેહ કે ગીતા પ્રેસની સ્થાપના રાજસ્થાનના ચરૂ જિલ્લામાં  રહેતા જય દયાલ જી ગોયંદજાએ વર્ષ 1923માં કરી હતી. અત્યાર સુધીમાં ગીતા પ્રેસમાં 80 કરોડથી વધુ પુસ્તકોનું પ્રકાશન થઇ ચૂક્યું છે. જેમાં રામાયણ, મહાભારત અને પુરાણનો પણ સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ