ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / girl yelled on priyanka chopra and thats how she responded

બોલીવુડ / ઇવેન્ટમાં PAK મહિલાએ પ્રિયંકાના 'જય હિન્દ' ટ્વિટ પર કર્યા સવાલ, મળ્યો જોરદાર જવાબ

Published By: Mehul

Last Updated: 08:26 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા ચોપડાના ફેન્સની સંખ્યા ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખુબ જ છે. અને ઘણી વાર પ્રિયંકા ચોપડાને ફેન્સના પ્રેમની સાથે ટીકાનો પણ સામનો કરવો પડતો હોય છે. હાલમાં જ એક પાકિસ્તાની મહિલાએ પ્રિયંકાના જય હિન્દના ટ્વિટને લઇને એમના પર પ્રશ્નો ઉભા કર્યા. જોકે, પ્રિયંકા ગાંધીએ સિચ્યુએશનને સારી રીતે હેન્ડલ કરવાની સાથે પાકિસ્તાની મહિલાને જબરજસ્ત જવાબ આપ્યો.

ADVERTISEMENT

ટ્વિટર પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યો છે કે આ વીડિયો બ્યૂટીકોલ લોસ એન્જિલસનો છે. જ્યાં પ્રિયંકા ચોપડા લોકો સાથે વાતચીત કરી રહી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા લાઇવ ઇવેન્ટમાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના માર્ચના એ ટ્વીટ પર સવાલ ઉઠાવવા લાગી, જેમા પ્રિયંકા ભારતીય સેના માટે 'જય હિન્દ' લખ્યું હતું. 

આ ટ્વિટને લઇને પાક. મહિલાએ કહ્યું. 'આપ શાંતિ કાયમ રાખવા માટે યૂનાઇટેડ નેશન્સની ગુડવિલ એમ્બેસેડર છો. આપ પાકિસ્તાનમાં ન્યૂક્લિયર વોરને ભડકાવી રહ્યા છો. આપે કોઇપણ રીતે તેમાં ન હોવું જોઇએ...એક પાકિસ્તાની તરીકે મારા જેવા લાખો લોકો આપને પસંદ કરે છે અને એમણે આપના બિઝનેસમાં સપોર્ટ કર્યો છે.' 

 

તેના પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકા ચોપડાએ કહ્યું કે, 'મારા ઘણા મિત્રો પાકિસ્તાની છે અને હું ભારતથી છું. યુદ્ધને હું ઘણો વધારે પસંદ કરું છું. પરંતુ હું એક રાષ્ટ્રભક્ત છે. તેથી હું માફી ઇચ્છુ છું કે જો મેં એ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી દીધી છે, જે મને પ્રેમ કરે છે. મને લાગે છે કે આપણે તમામ પાસે એક મિડલ ગ્રાઉન્ડ હોય છે જેના પર આપણે સૌ કોઇએ ચાલવુ જોઇએ. ઠીક એવી રીતે જ જેવી રીતે આપ કરી રહ્યા છો. જે રીતે આપ મારા પર બુમો પાડી રહ્યા છો, બુમો ન પાડશો. અમે અહીં પ્રેમ માટે આવ્યા છીએ.' 

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના આ જવાબની પ્રશંસા થઇ રહી છે. યૂઝર્સ પ્રિયંકા ચોપડાના જવાબથી ખુશ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Priyanka chopra entertainment news viral video બોલીવુડ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ