બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ghaziabad ncr monkey alive saved from drowning in gang canal support of hanuman ji idol

રામ રાખે તેને કોણ ચાખે / VIDEO: ગંગા નહેરમાં ડૂબી રહેલા વાનર માટે સહારો બન્યા હનુમાન દાદા, લોકોએ કહ્યું આ તો ચમત્કાર

Premal

Last Updated: 10:15 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારે રાત્રે ગંગ નહેરમાં એક વાનર પડી ગયો. પાણીના ધસમસતા પ્રવાહમાં તે વહી ગયો. પોતાનો જીવ બચાવવા માટે તે કિનારે જવાનો પ્રયાસ કરતો રહ્યો. પરંતુ કોઈ સફળતા ન મળી.

  • ગાજિયાબાદમાં ગંગનહેરમાં પડ્યો વાનર
  • પાણીના ધસમસતા પ્રવાહમાં વાનર તરવા માંડ્યો
  • હનુમાનજીની મૂર્તિ પકડીને વાનરે બચાવ્યો પોતાનો જીવ

ભગવાન હનુમાને વાનરનો જીવ બચાવ્યો 

21મી સદીમાં પણ ચમત્કાર થાય છે અને દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદમાં પણ એક ચમત્કાર દ્વારા એક વાનરનો જીવ બચાવવાના મામલો પ્રકાશમાં આવ્યો છે. તેનો જીવ ભગવાન હનુમાને બચાવ્યો. લોકો તેને ચમત્કાર તરીકે જોઇ રહ્યાં છે. 

તકરાર કરતી વખતે ગંગનહેરમાં પડ્યુ વાનર 

શનિવારે રાત્રે મુરાદનગર સ્થિત ગંગ નહેરમાં એક વાનર અચાનક પડી ગયુ. ત્યારબાદ પાણીના ધસમસતા પ્રવાહને કારણે ઘણુ દૂર નિકળી ગયુ. આ દરમ્યાન વાનર તેનો જીવ બચાવવા માટે નહેરના કિનારે જવાનો પ્રયાસ કરતો રહ્યો. પરંતુ કોઈ સફળતા ના મળી. 

હનુમાનજીની મૂર્તિ પકડીને વાનરે બચાવ્યો જીવ

આ દરમ્યાન ગંગ નહેરની વચ્ચે સ્થાપિત હનુમાનજીની પ્રતિમા વાનર માટે સહારો બની ગઇ. વાનરે ગમે તે રીતે પ્રતિમાને પકડીને કિનારે બેસીને પોતાનો જીવ બચાવ્યો. હવે ગ્રામજનો તેને ચમત્કાર કહી રહ્યાં છે. આશ્ચર્યની વાત એવી પણ છે કે આખી રાત વાનર તે હનુમાનજીની મૂર્તિને પકડીને બેસી રહ્યો. રવિવારે સવારે આ દ્રશ્ય પોલીસકર્મીઓએ જોયુ. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી વાનરનો જીવ બચાવવામાં આવ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ