બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ghari is as popular as Khari Sing in Bharuch

પ્રચલિત / ભરૂચમાં ખારી સિંગ જેટલી જ ઘારી પણ પ્રચલિત, રાણા પંચ 44 વર્ષથી બનાવે છે ઘારી, ચંદી પડવામાં આરોગવાની પરંપરા

Kishor

Last Updated: 12:04 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં છેલ્લા 44 વર્ષથી રાણા પંચની પ્રખ્યાત ઘારીનો સ્વાદ જિલ્લા સહિત વિદેશીમાં રહેતા લોકો પણ માણી રહ્યા છે.

  • ભરૂચમાં ખારી સિંગ જેટલી જ ઘારી પણ પ્રચલિત 
  • રાણા પંચ 44 વર્ષથી બનાવે છે ઘારી
  • ચંદી પડવામાં ઘારી આરોગવાની પરંપરા 
  • શરદ પૂર્ણિમાએ તૈયાર કરાય છે હજારો કિલો ઘારી
  • દેશ-વિદેશમાં પ્રચલિત છે રાણા પંચની ઘારી

ભરૂચમાં ખારી સિંગ જેટલી જ ઘારી પણ વિશ્વમાં પ્રચલિત બની ગઈ છે. ઘારી બનાવવામાં વાપરવામાં આવતા એલચી બદામ પિસ્તા સહિતનું ડ્રાયફ્રુટ પીસવા માટે જ 20થી 25 દિવસ લાગે છે અને શરદપૂર્ણિમાના 5 દિવસ પૂર્વે જ ઘારીને મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે. અને આ વખતે ઘી અને ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થતા ઘારીમાં કિલો દીઠ રૂપિયા 20નો વધારો કરાયો હોવાનું માનવામાં આવે છે.

 

 Ghari is as popular as Khari Sing in Bharuch

રાણા પંચની ઘારી સ્વાદ સાથે સસ્તી પણ હોવાના કારણે માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાના લોકો પણ ભરૂચમાં ઘારી ખરીદતા હોય છે અને રાણા પંચ દ્વારા તૈયાર થતી ઘારી મુંબઈ હૈદરાબાદ, જયપુર, ઇન્દોર, સિંગાપોર સુધી સપ્લાય થાય છે અને ઘારીનો સ્વાદ કંઈક અલગ જ હોવાનો ગ્રાહકો અનુભવ કરી રહ્યા છે.આ વખતે ઘીમાં 70 રૂપિયાનો ભાવ વધારો તથા ડ્રાયફ્રુટમાં 50% વધારો થતા ઘારીમાં કિલો દીઠ ₹20 નો વધારો કરાયો હોવાનું માનવામાં આવે છે

 Ghari is as popular as Khari Sing in Bharuch

શરદપૂર્ણિમાએ ઘારીની બનાવટમાં સમગ્ર સમાજના લોકો જોડાઈ જતા હોય છે અને ઘારીના વ્યવસાયમાંથી નીકળતો નફો સમાજના હિતમાં જ વપરાતો હોય છે. આ વખતે ઘારીના વ્યવસાયના નફામાંથી સમાજના 60 જેટલા લોકોને તિરૂપતિ બાલાજીના દર્શન કરાવવા માટે લઈ જવાનાર હોવાનું સમાજના પ્રમુખ સનત રાણાએ જણાવ્યું હતું.એક ગ્રાહક શંકર ભાઈ બોમ્બેવાળાએ કહ્યું કે રાણા સમાજ દ્વારા જે ઘારી બનાવવામાં આવે છે એ હું છેલ્લા 30 વર્ષથી ખરીદી રહ્યો છું.અને માર્કેટમાં મળતી ઘારીના ભાવમાં અને અહીની ઘારીના ભાવમાં 40થી 50 રૂપીયાનો ફરક પડે છે. રાણા સમાજનું ઘારી ભરૂચમાં મળતી બેસ્ટ ઘારી છે અને એની ટેસ્ટ પણ ખૂબ જ સારો છે.

 Ghari is as popular as Khari Sing in Bharuch

વધુમાં ગ્રાહકે કેહ્યું કે હું અંકલેશ્વરથી ભરૂચ રહેવા આવ્યો છું ત્યારથી રાણા સમાજ દ્વારા બનાવવામાં આવતી ઘારી લઈ જાવ છું.અહીંયાની ઘારી નો ટેસ્ટ બધા કરતા બધા કરતા અલગ હોય છે. હું બીજી કોઈ જગ્યાએ થી લેતો નથી અહીંયાથી જ ઘારી ની ખરીદી કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ