બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / GETCO recruitment cancellation controversy: One more officer transferred and 12 officers slapped with notice

કાર્યવાહી / જેટકો ભરતી રદ્દ વિવાદ: વધુ એક અધિકારીની બદલી અને 12 અધિકારીઓને ફટકારવામાં આવી નોટિસ

Priyakant

Last Updated: 09:48 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GETCO Recruitment Cancellation Latest News: જેટકો ( GETCO ) માં વિદ્યુતસહાયક ભરતી રદ્દ થવાનો વિવાદ વચ્ચે મોટા સમાચાર, HR વિભાગના એક અધિકારીની બદલી, 12 અધિકારી, ઈજનેરોને અપાઈ શો કોઝ નોટિસ

  • વડોદરા જેટકો ( GETCO )ભરતી રદ્દ વિવાદ
  • HR વિભાગના એક અધિકારીની બદલી
  • 12 અધિકારી, ઈજનેરોને અપાઈ શો કોઝ નોટિસ
  • અધિકારીઓની ભૂલના કારણે ઉમેદવારો પરેશાન

GETCO Recruitment Cancellation : જેટકો ( GETCO ) માં વિદ્યુતસહાયક ભરતી રદ્દ થવાનો વિવાદ વધી રહ્યો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, જેટકો ( GETCO ) ના HR વિભાગના અધિકારીની બદલી જીસેકમાં કરાઈ છે. આ સાથે 12 અધિકારીઓ અને ઈજનેરોને શો કોઝ નોટિસ અપાઈ. નોંધનિય છે કે, જેટકો ( GETCO )ના અધિકારીઓ, ઈજનેરોની ભૂલના કારણે ઉમેદવારોને ભોગવવું પડ્યું છે. આ પહેલા જેટકો ( GETCO )એ વિદ્યુતસહાયક ભરતી રદ્દ કરી દેતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ થવા મામલે ઉમેદવારો હવે આકરા પાણીએ છે. ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું GETCOની તપાસમાં સામે આવતાં ભરતી જ રદ કરી દેવામાં આવી છે. ગઈકાલથી જ વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરવી પડી છે. 

વિદ્યાર્થીઓના સપના રોળાયાં 
GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ્દ કર્યા બાદ હવે અનેક વિદ્યાર્થીઓની કહાની સામે આવી રહી છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓના પોતાના સપના હતા તો ઘણાના તો સગાઈના ગોળધાણા પણ ખવાઈ ગયા હતા. અનેક ઉમેદવારો સામાજીક પ્રસંગોમાં હાજરી આપીને કહેવા લાગ્યા હતા કે, ટૂંક સમયમાં અમારી સરકારી નોકરી લાગી જશે. મહત્વનું છે કે, ઉર્જા વિભાગના MD દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા બાદ 5 દિવસમાં નિમણૂક પત્રો આપવાની વાત કરવામાં આવી હતી.  

આ કારણે ભરતી કરાઇ રદ્દ ? 
તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. કેટલાક ઉમેદવારે વડોદરા ખાતેની GETCO કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે યોજવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવેલ નથી. જે પરત્વે તપાસ કમિટી દ્વારા તપાસ કરતાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી. 

GETCO દ્વારા યોજાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં વિગતો સામે આવ્યા બાદ રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ના થાય કે અસંતોષની લાગણી ના ઉદભવે તેમજ સક્ષમ અધિકારીની સુચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ જાહેર કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ