બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 04:50 PM, 18 January 2023
ADVERTISEMENT
છાતી અને ગળામાં બળતરા થવી આજકાલ મોટાભાગના લોકોની સમસ્યા બની ગઇ છે. પેટ સંબંધિત સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક એસિડિટી છે, જેને 'એસિડ રિફ્લક્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેટમાં એસિડનાં વધુ ઉત્પાદનને કારણે હોઈ શકે છે. જો અઠવાડિયામાં બે કરતાં વધુ વખત તમને એસિડ રિફ્લક્સનાં લક્ષણો અનુભવાતાં હોય, તો તમને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ થઈ શકે છે. તેની અવગણના કરવાથી આગળ જતાં ખરાબ પરિણામો આવી શકે છે. કેવી રીતે એસિડ રિફ્લક્સ અને છાતી તથા પેટમાં થતી બળતરાને દવાઓ વિના સરળતાથી કંટ્રોલ કરી શકાય છે તે જાણો.
ADVERTISEMENT
ખાવાની આદતોમાં ફેરફાર
તમારા ડાયેટમાં વિટામિન રિચ ફૂડનો સમાવેશ કરો. તળેલો અને મસાલેદાર ખોરાક ખાવાનું બંધ કરો કારણ કે તેનાથી રોગોની સાથે જ સ્થૂળતા વધે છે. ક્યારેય ઓવર ઇટિંગ ન કરો. હંમેશાં થોડું-થોડું ખાવાની ટેવ પાડો. જમ્યા પછી તરત ન બેસો, થોડું ચાલો. તમારા ભોજન અને ઊંઘ વચ્ચે ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ, આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખો.
કાર્બોરેટેડ ડ્રિંક પીવાનું ટાળો
જો તમને એસિડ રિફ્લક્સ અથવા પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો કાર્બોનેટેડ ડ્રિંક પીવાનું ટાળો. આ ડ્રિંકનાં સેવનથી લોકોને ઓડકાર આવે છે. કાર્બોનેટેડ ડ્રિંકમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ ગેસ સોજાનું કારણ બની શકે છે. તેને પીવાથી આપણને ઠંડક લાગે છે પરંતુ તે ખતરનાક બની શકે છે. તેથી જ નોર્મલ પાણીને હંમેશાં તમારો સાથી બનાવો. તે તમારા શરીરમાંથી ઝેરી તત્ત્વ દૂર કરે છે.
સૂવાની રીત
સૂતી વખતે, તમારે તમારા શરીરના ઉપલા ભાગને ઊંચો રાખવા જોઈએ અને તમારા પગને નીચે રાખવા જોઈએ, જેથી તમે તકિયાનો સહારો લઈ શકો. ઊંઘ પૂરી કરો જેથી તમે માનસિક રીતે પણ સ્વસ્થ રહેશો. એવું માનવામાં આવે છે કે ડાબા પડખે સૂવાથી પેટની સમસ્યા નથી થતી.
વજન મેન્ટેન રાખો
જો તમારું વજન વધારે હોય તો એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્ન થવાની શક્યતા વધી જાય છે. હંમેશાં તમારું વજન મેન્ટેન હોવું જોઈએ. એસિડ રિફ્લક્સનો સામનો કરવા માટે યોગ અને બેલેન્સ્ડ ડાયેટ જરૂરી છે.
Disclaimer:
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.