બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / get-ready-for-a-big-discount-on-hospital-bills

NULL / સૌથી સસ્તા ઇલાજની ભેટ આપવાની તૈયારીમાં મોદી સરકાર

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર સામાન્ય રીતે ઉપયોગમાં લેનારી મેડિકલ ડિવાઇસેઝના ભાવો ઓછા કરવાની ભેટ સામાન્ય જનતાને આપી શકે છે. સરકાર આ ડિવાઇસેઝના ટ્રેડ માર્જિનને 30 ટકા સુધી સીમિત કરવાની તૈયારી કરી રહી છે. એનાથી ડિસ્ટ્રીબ્યૂટર્સ હોલસેલર્સ રિટેલર્સ અને હોસ્પિટલો તરફથી દર્દીઓ પાસેથી વધારે વસૂલાત કરવા પર લગામ લગાડી શકે છે. સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે આ સૂચન આપ્યું છે કે આ ડિવાઇસેજના ટ્રેડ માર્જિનને તાર્કિક સ્તર પર લઇને વિચાર કરવો જોઇએ. આ હેઠળ પહેલા પોઇન્ટ ઓફ સેલ પર આ ડિવાઇસેઝને 30 ટકા માર્જિન સુધી લાવવાનું સૂચન છે. 

તાજેતરમાં જ પીએમઓની સાથે થયેલી મીટિંગમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી. નીતિ આયોગે આ સમસ્યાને લઇને મેડિકલ ડિવાઇસેઝ મેન્યુફેક્ચર્સ અને પબ્લિક હેલ્થ ગ્રુપ્સ ઉપરાંત દરેક સંબંધિત મેડિસિન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સની સ્ટેન્ડિંગ કમિટીને કહ્યું છે કે એમને એક એવી મેડિકલ ડિવાઇસેજનું લિસ્ટ તૈયાર કરવું જોઇએ જેનાથી માર્જિનને સીમિત કરવામાં આવે અને વધારે પ્રમાણમાં ઉત્પાદન થઇ શકે. 

જો કે હાલ દેશમાં મેડિકલ ડિવાઇસેઝની કિંમતો પર સરકારનું કોઇ નિયંત્રણ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ ઘૂંટણોની સારવાર માટે જરૂરી ડિવાઇસેઝને પણ પ્રાઇસ કંટ્રોલ પોલિસી હેઠળ લાવવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ